તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક પર બિયરના ટિનની હેરાફેરી કરતા બે ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંજલપુરના સફલ આઇકોન પાસેથી બાઇક પર જઇ રહેલા બે શખ્સને બિયરના ટિન સાથે પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અજય અજીત બારીયા અને ભૌમિક નરેન્દ્રસિંહ રાઠોડને ઝડપી લઇ તપાસ કરતાં તેમની પાસેથી બિયરનાં 53 નંગ ટિન મળી આવ્યાં હતાં. પોલીસે બિયરનાં ટિન તથા બાઇક મળીને 50900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે પણ લક્ષ્મીપુરા વિસ્તારમાં મહેશ ઉર્ફે મંગલસિંગ પુનમ પરમારને દારૂની 155 બોટલ અને બિયરનાં 9 નંગ ટિન સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે શહેરના 31 વિસ્તારોમાં બૂટલેગરોને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં મકરપુરા અને સયાજીગંજમાં દેશી દારૂ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો