તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News There Is Still The First Time The Second Strike Is Left Now We Will Pay Whatever Is Left To Borrow 033129

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજી તો વાર પહેલો છે, બીજા પ્રહાર બાકી છે, હવે તો ચૂકવી દઇશું, જે કંઇ ઉધાર બાકી છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટોડલાના દીવા પર એમને ખુમારી છે, મેં તો વાવાઝોડાની આરતી ઉતારી છે ખલીલ ધનતેજવી

ફળશે નહીં તારા કદીયે પાપનાં અરમાન, ચેતી જા પાકિસ્તાન, ભરખી જશે તારું જ જન્માવેલું આ તુફાન, ચેતી જા પાકિસ્તાન

બસ આગ છે એક આગ છે સરહદે જ્વાળા ફૂટી, એવું ન થાય રડવું પડે તારે અંતે માથું કૂટી, ક્યાં છે તને દુશ્મન અને કંઈ દોસ્તની પહેચાન, ચેતી જા પાકિસ્તાન

ભારત છે શાંતિપ્રિય પણ તાકતમાં કમ નથી, તારા આ ધમપછાડામાં કંઈ ખાસ દમખમ નથી, એવું ન થાય કે ના રહે તારું નામો-નિશાન, ચેતી જા પાકિસ્તાન ગુલામ અબ્બાસ ‘નાશાદ’

યુદ્ધનું એલાન પાછું થઈ ગયું, ને હૃદય પાષાણ પાછું થઈ ગયું, સરહદે નીકળી પડ્યા છે સૈનિકો,માતનું ફરમાન પાછું થઈ ગયું.

ટુકડે ટુકડે મરવાનું અમને નઈ ફાવે,દુશ્મનને કરગરવાનું અમને નઈ ફાવે, સાવજ માફક રહેવાની આદત છે અમને,અમથું ડરવાનું અમને નઈ ફાવે. દિનેશ ડોંગરે

ખેલ ગંદા ખેલો તો આવી બનશે, આતંકના પલ્લે બેસો તો આવી બનશે. શાંતિના ચાહક છીએ, સમજી લેજો, ભારતને જો છંછેડો તો આવી બનશે. ભરત ભટ્ટ ‘પવન’

છંછેડો તો મરદાનગી દેખાડવી પડશે, અકડાઇ બરાબરની કાઢવી પડશે. ડૉ. રશીદ મીર

કોઇ સમજણ પાડોશીને આપો પોતાના ઘરને જ ચાંપીને આગ, હવે કહે છે કે આવો ને તાપો, કોઇ સમજણ પાડોશીને આપો.

આતંકી નાગોને ઘરમાં ઉછેરીને નીતિ અવલંબી છે ખોટી, દુનિયાને નાત બ્હાર મૂકી દીધી ને હવે હાથમાં બચી છે લખોટી, તમને નડ્યાં છે તમારાં જ પાપો ને ભારતના દ્વેષનો અંધાપો, કોઇ સમજણ પાડોશીને આપો...

પાંસઠ, ઇક્કોતેર, કારગીલ કે હોય પછી સર્જિકલ સ્ટ્રાઇક જેવું કંઇ, કૂતરાની પૂંછડી તો વાંકી તે વાંકી, કદી સીધી થવાની જ નહીં, રસ્તો બચ્યો છે હવે એક જ કે કૂતરાને પકડીને પૂંછડી જ કાપો, કોઇ સમજણ પાડોશીને આપો... વિવેક કાણે ‘સહજ’

અમારું રક્ત સીંચીને અમે ઉપવન સજાવ્યું છે, અમારાં સ્વપ્નનું વ્હાલું વતન એને બનાવ્યું છે,

અમારા હાથમાં હથિયાર પણ શોભી જ ઉઠવાનાં, વતનની ધૂળને માથે ચડાવીને કસમ ખાશું ડૉ. દિના શાહ

હજી તો વાર પહેલો છે, બીજા પ્રહાર બાકી છે હવે તો ચૂકવી દઇશું, જે કંઇ ઉધાર બાકી છે.

હજી તો હાથ પણ ખોલ્યા નથી, ભારતની સેનાએ, ફક્ત તલવાર કાઢી છે, હજી તો ધાર બાકી છે.

તમે ઘોળ્યું છે જે કશ્મીમાં, તે ઝેર પી થાક્યાં, બધુંયે વ્યાજ સાથે આપશું, વહેવાર બાકી છે. મકરંદ મુસળે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો