ફોર્મ પરત ખેંચવાની મુદતના પ્રથમ િદવસે કોઇ ન ફરક્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા સંસદીય બેઠક માટે 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ત્યારે ફોર્મ પરત ખેંચવાની મુદતના પહેલા દિવસે કોઇ ફોર્મ પાછું ખેંચાયુ ન હતું અને સોમવારે બપોરે 3 વાગે તેની મુદત પૂરી થયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

લોકસભાની વડોદરા બેઠક માટે તા.28મી માર્ચથી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઇ હતી.વડોદરા બેઠક માટે પહેલી ઉમેદવારી ભાજપનાં રંજનબહેન ભટ્ટે તા.29 માર્ચના રોજ નોંધાવી હતી તો કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે તા.2ના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.શુુક્રવારે ઓબ્ઝર્વરની હાજરીમાં ઉમેદવારીપત્રોની ચકાસણી કરાઇ હતી અને તેમાં ભાજપ કોંગ્રેસના ડમી ઉમેદવાર યોગેશ પટેલ અને સાગર બ્રહ્મભટ્ટનાં ફોર્મ રદ થયાં હતાં. જ્યારે, જુદી જુદી ક્ષતિના કારણે અરવિંદ વણકર, સમીર રાજપૂત,સુનિલ પરમાર અને હસમુખ પટેલની ઉમેદવારી રદબાતલ ઠેરવવામાં આવી હતી.

વડોદરા બેઠક માટે મેદાનમાં રહેલા 14 ઉમેદવારો માટે શનિવારે અને સોમવારે ફોર્મ પાછું ખેંચવાની મુદત ઠરાવવામાં આવી હતી. જોકે, પહેલા દિવસે કોઇ ઉમેદવારે તેના માટે પહેલ કરી ન હતી અને તેના કારણે સોમવારે બપોરે 3 વાગ્યા સુધીમાં કોણ ઉમેદવારી પાછી ખેંચે છે તે ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...