તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News There Are No Details After The Fateganj Police Officer Was Taken To The Checkpoint 074201

ફતેગંજ પોલીસ અાધેડને તપાસના બહાને લઇ ગયા બાદ કોઇ પત્તો નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત ડિસેમ્બરમાં સાયકલ ફેરી કરતા આધેડને તપાસના કામે ફતેગંજ પોલીસ લઇ ગયા બાદ આધેડ રહસ્યમય રીતે ગુમ થઇ જતાં પરિવારે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. તેલંગાનાના કામારેડીમાં રહેતા શેખ સલીમ શેખ બાબુએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપતાં જણાવ્યું હતું કે તેના પિતા શેખ બાબુ શેખ નિસાર ઉર્ફે શેખ રહીમ શેખ વડોદરામાં રહીને સાયકલ ફેરી કરતા હતા. 10 ડિસેમ્બરે ફતેગંજ પોલીસે તેમની અટક કરી 12 ડિસેમ્બર સુધી રાખ્યા હતા. તેમને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા તે સીસી ટીવી ફુટેજ છે પણ પોલીસ સ્ટેશનમાંથી બહાર નિકળતા હોય તેવા સીસી ટીવી ફુટેજ નથી. વારંવાર અરજી કરવા છતાં તેમના પિતાને જામીન પર છોડયા હતા કે કેમ તેની માહિતી પણ અપાઇ નથી. ત્રણ માસ પછી પણ તેમના પિતાનો કોઇ પતો નથી. આધેડના પુત્રએ આ બનાવની નિષ્પક્ષ તપાસ કરવા તેમણે માંગ કરી હતી. આ બાબતની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા શરુ કરાઇ છે અને ફતેગંજ પોલીસના અધિકારી અને કર્મચારીઓના પણ જવાબો લેવાયા છે. ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોતરાઇ છે.

પોલીસ સ્ટેશનમાંથી ગયા બાદ બહાર અાવતા હોય તેવા ફૂટેજ નથી

મારા પિતાની કસ્ટડીમાં જ હત્યા કરાઇ છે

સલીમ શેખે જણાવ્યું હતું કે મારા પિતાની 10 તારીખે ફતેગંજ પોલીસે અટક કરી હતી. સ્ટેશન ડાયરીમાં તપાસના કામે અટક કરી હોવાનું જણાવી મારા પિતાનું જુદુ નામ લખેલું છે. પોલીસ કોઇને અટક કરે તો તેના સગાને જાણ કરે છે પણ મારા પિતાની અટક કરી તો મને જાણ સુદ્ધાં કરી ન હતી. 11 તારીખે તપાસ પુરી થતા મુકત કરીએ છે તેની પણ એન્ટ્રી છે પણ તેમાં જે પોલીસ અધિકારીની સહી છે તે દિવસે બહાર હતા. કસ્ટડીનો કેમેરો 11 તારીખે બંધ હતો. મારા પિતાનું કસ્ટડીમાં હત્યા કરાઇ છે. તેમના મૃતદેહને બીજા માળે લઇ જઇ રસ્સીથી નીચે ઉતારી સફેદ ગાડીમાં લઇ ગયા હોવાની મને શંકા છે. જેથી નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.

પોલીસ તપાસની RTIથી માહિતી માગી

સલીમ શેખે જણાવ્યું હતું કે તે દિવસના સીસી ટીવી ફુટેજની માંગણીની સાથે તે દિવસે ડયુટી પર કોણ કોણ હતું અને સ્ટેશન ડાયરીમા કોણે એન્ટ્રી કરી હતી તેની માહિતી મે આરટીઆઇ દ્વારા માંગી છે. સયાજીગંજ પોલીસમાં મિસીંગની ફરિયાદ કરી હતી તેની તપાસની પણ મેં માહિતી માંગી છે.
અન્ય સમાચારો પણ છે...