તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News There Are 162 Check Returns In 12 Months In The Construction Permit Department 035105

બાંધકામ પરવાનગી વિભાગમાં 12 માસમાં 162 ચેક રિટર્ન થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગમાં છેલ્લા 12 મહિનામાં બાંધકામ પરવાનગી ફી પેટે સુપરત થતા ચેક પૈકી 162 ચેક પૂરતું નાણાકિય ભંડોળ બેન્કમાં ન હોવાના કારણે રિટર્ન થયા હતા. જોકે, ચેક રિટર્ન થયા બાદ પેનલ્ટી સાથે વસૂલાત કરવામાં આવી હતી.

પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગમાં દર વર્ષે વ્યક્તિગત ધોરણે સરેરાશ 1700 અરજી રજૂ થતી હોય છે. તેવી જ રીતે, એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેકસના બાંધકામ માટે 200 અને બહુમાળી ઇમારત માટે સરેરાશ 10થી 15 પરવાનગી લેવામાં આવતી હોય છે. 2017-18ના નાણાકિય વર્ષમાં બાંધકામ પરવાનગીની જુદી જુદી લાગતો પેટે 57 કરોડ રૂપિયાની આવક થઇ હતી પરંતુ ચાલુ નાણાકિય વર્ષમાં આ આંકડો 100 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, વુડા વિસ્તારમાં બાંધકામ માટે વિકાસ પરવાનગી આપવાની જોગવાઇ છે અને તેમાં વર્ષે સરેરાશ 400 પરવાનગી આપવામાં આવી રહી છે.

બાંધકામ પરવાનગી માટે સ્ક્રૂટિની ફી, વૃક્ષારોપણ ચાર્જ, પાણીની લાગત,સિક્યુરિટી ડિપોઝિટ, પીસી સર્ટિફિકેટ ચાર્જ, સીસી ચાર્જ, એમિનિટી ચાર્જ ચૂકવવો પડે છે. બાંધકામ પરવાનગી માટે જુદી જુદી લાગતો માટે રૂા.5 હજારથી વધુ ચૂકવણું કરવાના કિસ્સામાં ચેક અથવા ઓનલાઇન પેમેન્ટ લેવામાં આવે છે. જેના માટે રજિસ્ટરમાં નોંધ કરીને તેની પાવતી આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2018માં આવી લાગતોના અપાયેલા ચેક પૈકી 162 ચેક રિટર્ન થયા હતા અને તેની સત્તાવાર નોંધ પાલિકાના ચોપડે પડી છે. જેમાં,રૂા.10 હજારથી લઇને 90 લાખ રૂપિયાની જંગી રકમના ચેક ભંડોળના અભાવે પરત ફરતાં તેના ડેવલપર સહિતના અરજદારો પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...