તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News There Are 1200 Years Old Manuscripts In India But There Are No Experts Who Can Translate Them 080036

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં 1200 વર્ષ જૂની હસ્તપ્રતો છે પરંતુ તેનો અનુવાદ કરી શકે તેવા નિષ્ણાતો નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડો.સચિદાનંદ જોશીએ જણાવ્યું હતુ કે, દુનિયામાં સૌથી વધુ હસ્તપ્રતો ધરાવતો દેશ ભારત દેશ છે. ભારતમાં 1000થી 1200 વર્ષ જુની હસ્તપ્રતો છે. પરંતુ મોટા ભાગના લોકો આ વાત વિશે જાગૃત નથી તેથી તેની કાળજી લેવાતી નથી. ભારત પાસે એવા લોકો પણ નથી જે 1000થી 1200 વર્ષ જુની હસ્તપ્રતોને ઉકેલી શકે અથવા તેનો અનુવાદ કરે. પુર્વજોએ સર્જરી, ટેક્નોલોજી, ઓપ્થેલ્મોલોજી, ડીફેન્સ જેવા વિષયો પર પણ હસ્તપ્રતોમાં મહિતી આપી છે. લોકોને લાગે છે કે આ બધી માન્યતાઓ છે અને તેને માનવા તેઓ પુરાવા માંગે છે. પુરાવા હોવા છતા આપણા દેશના લોકોમાં હસ્તપ્રતો વિશે જાગૃતતા ઓછી છે. ભારત સરકારે 2006માં રાષ્ટ્રીય હસ્તપ્રત મિશનની સ્થાપના કરી હતી. જેના દ્વારા ભારતના હસ્તપ્રતના ખજાનાની કાળજી લેવાઇ રહી છે અને લોકોમાં જાગૃતતા ફેલાવાઇ રહી છે. હસ્તપ્રતો વિશે લોકોમાં જેટલી પણ જાગૃકતા આવે તેને ડીજીટલાઇઝ કરવાની શરૂઆત કરવી જોઇએ તેથી ભારતનો ખજાનો જળવાઇ રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો