તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

60 હજારના ત્રણ મોબાઇલની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા .ન્યૂવીઆઈપી રોડના ખોડિયાર નગરમાં રહેતી યુવતીના ઘરમાંથી 15 મિનિટના ગાળામાં 60હજારના ત્રણ મોબાઈલની ચોરી થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્વિંકલ રાજેન્દ્રભાઇ મારુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, મંગળવારે બપોરે 3.30 વાગ્યે જમ્યાબાદ તેણી મકાનના આગળનો દરવાજો બંધ કરી 15 મિનિટ માટે સુતા હતા. 15 મિનિટ બાદ 3.45 વાગ્યે એલાર્મ વાગતા તેણા ઉઠી ગઈ હતી. તે સમયે તેમના ઘરનો દરવાજો ખુલ્લો જણાયો હતો. તેઓએ ઘરમાં તપાસ કરતા પલંગના ઓશિકા નીચે મુકેલા ત્રણ મોબાઈલની ચોરી થઇ હતી. બાપોદ પોલીસે રૂ. 60હજારના ત્રણ મોબાઈલની ચોરીમાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...