તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Theft Of Rs589 Lakhs From A Resident Of The House Lying On Agassi 073612

અગાસી પર સુવા ગયેલ રહીશના ઘરમાંથી રૂા.5.89 લાખની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુવીઆઈપી રોડ પર વૈકુંઠ-2 માં રહેતા નિવૃતનાં મકાનમાંથી રૂા.5.89 લાખની અને સમા વિસ્તારમાં બંધ મકાનમાંથી રૂા. 10હજારની ચોરી થતા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વલ્લભરામ ગણપતરામ પંડ્યાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ નિવૃત જીવન જીવી રહ્યા છે. તેમના મકાનમાં બીજા મળે બે ભાડુઆત રહે છે. અને તેઓ નીચેના મળે રહે છે. મંગળવારે રાત્રે 11 વાગ્યે વલ્લભભાઈ અગાસીમાં સુવા માટે ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે તેઓ અગાસી પરથી નીચે આવી મકાનનો દરવાજો ખોલી રૂમમાં જતા તેને રૂમનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. દરમિયાન આગળના બેડરૂમના બારીની ગ્રીલ તૂટેલી જણાઈ હતી.જેથી તેઓએ તિજોરીવાળા રૂમમાં જઇ તપાસ કરતા તેઓ અગાસીમાં સુતા હોય ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશી તિજોરીમાં રાખેલા રૂા. 5,79,115ની મતાના સોનાચાંદીના ઘરેણાં અને રોકડ રૂા. 10000 મળી કુલ રૂા. 5.89 લાખની ચોરી કરી હોવાનું જણાયું હતું. જેથી તેઓએ બનાવ અંગે હરની પોંલીસમાં ફરિયાદ નોંધાવી છે.બીજી તરફ સમાની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ મોહનભાઇ બારભાયા પરિવાર સાથે ગત તા. 15 એપ્રિલે અમદાવાદ ગયા હતા. દરમિયાન તેમના બંઘમકાનમાંથી રૂા. 10હજારની મતાની રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...