તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યનગરી ટ્રેનમાં નિદ્રાધીન મહિલાના પર્સની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોધપુરથી સુરત સૂર્યનગરી ટ્રેનમાં મુસાફરી કરતી નિદ્રાધીન મહિલાના પર્સની ચોરી થતાં વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પર્સમાં મોબાઇલ અને રૂ. 4 હજારની રોકડ હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર સુરતનો મહેશ્વરી પરિવાર જોધપુર ખાતે સામાજિક પ્રસંગમાં ગયો હતો. ત્યાંથી ગત 17મી ફેબ્રુઆરીએ તેઓ સૂર્યનગરી ટ્રેન મારફતે સુરત જઈ રહ્યાં હતાં. દરમિયાન ટ્રેનમાં અરુણાબેન તેમના માથા નીચે પર્સ મૂકી સૂઈ ગયા હતા. તે સમયે અજાણ્યા શખ્સે તેઓના પર્સની ચોરી કરી હતી. ઊંઘમાંથી જાગેલાં અરુણાબેને આ અંગે પતિ પંકજભાઈનું ધ્યાન દોર્યું હતું. પર્સમાં એક 18 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂ.4 હજાર રોકડ હતી. પંકજ મહેશ્વરીએ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો