તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીની કારમાંથી 2 લાખ રોકડા ભરેલા પર્સની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા રોડ સ્વાગત પાર્ટી પ્લોટ પાસે બુધવારે રાત્રે ખાણખનીજના વેપારીને તમારી કાર આગળ ઓઇલની પિચકારી વાગે છે તેવું કહેતાં વેપારી અને તેમના પાર્ટનરે કારની બહાર નીકળીને જોતાં ગઠિયો મર્સિડીઝ કારમાંથી રોકડા રૂા. 2 લાખ, 400 દિરહામ સહિતના દસ્તાવેજો ભરેલા પાકીટની ચોરી કરી ગયો હતો. પાણીગેટ પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

ગોત્રી સેવાસી રોડ પરની પ્રિન્સેસ વિલા કોલોબેરા કંપની પાસે રહેતા નિલેશ નારાયણ પંચાલ ખાણખનીજનો વેપાર કરે છે. બુધવારે સાંજે તેઓ મિત્રના ઘરે મર્સિડિઝ કાર લઇને ગયા હતા. તેમને મળી પાર્ટનર તૃષાબહેન પરબતભાઇ હિરપરાને અગત્યના ડોક્યુમેન્ટ આપવાના હોવાથી તેમને વાઘોડિયા રોડ સ્વાગત પાર્ટી પ્લોટ પાસે બોલાવ્યા હતા. રાત્રે 8:15 વાગ્યાના સુમારે બંને કારમાં બેસી ધંધાકીય વાતચીત કરતા હતા અને ડ્રાઇવર કારમાંથી નીચે ઉતરી મોબાઇલ પર વાત કરતો હતો.

દરમિયાન આશરે 25 વર્ષનો એક શખ્સ તેમની પાસે આવીને કારના આગળના ભાગે આેઇલની પિચકારી વાગે છે તેમ જણાવ્યું હતું. વેપારી અને તેમના પાર્ટનર નીચે ઉતરી ચેક કરતા હતા. ત્યારે કારની પાછળના ભાગે મૂકેલું પાકીટ લેવા જતાં ચોરી થઇ ગયું હતું.માં રોકડા રૂા. 2 લાખ, 400 દિરહામ, ઇન્ટરનેશલન ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની મતા હતી.

અન્ય સમાચારો પણ છે...