તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલાટવાડા અને તરસાલી વિસ્તારનાં બે ઘરમાં ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સલાટવાડા અને તરસાલીમાં જુદા જુદા બે બનાવોમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડ રૂપિયા અને સોનાચાંદીના દાગીનાની ચોરીકરી હાેવાની ફરિયાદ પોલીસ મથકોએ નોંધાઇ છે. સલાટવાડાના બારોટ મહોલ્લામાં કિશોર લકડે પરિવાર સાથે ઘરની બહાર ગયા હતા.ત્યારે મકાનની જાળીનો નકૂચો તોડીને તિજોરીમાંથી દાગીના તથા રોકડ મળીને રૂ 1 લાખની મતાની ચોરી કરી કોઇ અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં તરસાલીના બાલાજી રેસિડેન્સી બેંગ્લોઝમાં રહેતા મોન્ટુ દેખલે(પાટીલ)ના મકાનમાંથી રોકડ અને ઘરેણાની ચોરી થઇ હતી.

જ્યારે લક્ષ્મીપુરાના નંદનવન ટેનામેન્ટમાં રહેતા જગદીશ સોની સવારે મોર્નિંગ વોકમાં તેમનાં પત્ની સાથે ગયા હતા. દરમિયાન તેમના ઘરે સફેદ ફોર વ્હીલર લઇને ત્રણ ચોર સવારે 5.15ના સુમારે પ્રવેશી દરવાજા નકૂચો તોડતા તેમની પુત્રી જાગી જતાં તેણે બૂમાબૂમ કરતાં ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો