તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Youth Will Accept The Responsibility Of Taking Yoga Forward 073505

યુવાનો યોગને આગળ લઇ જવાની જવાબદારી સ્વીકારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટ સ્ટડીઝ દ્વારા યોગની વિજ્ઞાન અને ટેક્નોલોજી પર અસરો વિશે નેશનલ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં મુખ્ય અતિથી તરીકે ડો. એન.આર.પાઠક, ડો. એસ.એમ.જોશી, ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રોફેસર આશોક વૈશ, ચેરમેન ઓર્ગેનાઇટીંગ કમિટી ડો. ચક્રવર્તી કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ અધ્યક્ષો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત 140 જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત વક્તાઓએ યોગાને યુવાઓએ વધુ ને વધુ આગળ લઇ જવો જોઇએ. યોગાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. જો યોગાને પધ્ધતિસર સમજીને કરવામાં આવે તો તેનાથી ઘણી તક્લીફો દુર થઇ જતી હોય છે.

યોગની વિજ્ઞાન અને સાયન્સ પર પણ ઘણી અસરો થતી હોય છે. યોગ અને વિજ્ઞાનના સમન્વયથી આધુનિક યુગમાં અનેક રોગને કાબુમાં લેવામાં આવી રહ્યા છે. યોગ અને સુખાકારી માટેના મહત્વ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.વિવિધ પ્રકારના યોગાની પ્રેક્ટીસ કરવી જોઇએ. યોગિક પધ્ધતિઓ આપણા શરીર પર અસરો કરે છે.

Yog Conference

અન્ય સમાચારો પણ છે...