તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News The Youth Of The City Who Showed The Youth The True Adventure Path 080059

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના યુવાનો જેમણે યુવાનોને બતાવ્યો સાચો-સાહસિક માર્ગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | આજે સ્વામિ વિવેકાનંદનો જન્મદિવસ એટલે કે વિશ્વ યુવા દિવસ છે. ત્યારે સિટી ભાસ્કર શહેરના એવા યુવાનો સાથે તમને પરિચીત કરાવી રહ્યું છે કે જેમણે પોતે યુવાન હોવા સાથે એવું કાર્ય કર્યું છે કે જેણે યુવાનોને પ્રેરણા આપી છે અને યુવાનોને પગભર થવામાં પણ મદદ કરી છે. તેઓ કેટલાંય યુવાનોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાહબર થયાં છે.

ડો.જીગર ઇનામદાર
ઇન્ડિયા યૂથ એવોર્ડિ

બી.કોમ, એલએલબી, એમ.એ. ઈન પોલિટિકલ સાયન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરનાર અને એસીએન ઇન્ડિયા યુથ એવોર્ડ 2019ના વિજેતા ડો. જીગર ઇનામદારે વર્ષ 2016ની 12 જાન્યુઆરીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ અને ગવર્નન્સની સ્થાપના કરી, જેમાં ચાલતા 100થી વધુ કોર્ષમાં 1 લાખ કરતા વધુ લોકોએ પોતાનું ભવિષ્ય બનાવ્યું છે. જે વિશે ડો.જીગર ઇનામદારે જણાવ્યું હતું કે, સાવલી ગામમાં મારા પ્રાથમિક શિક્ષક બાદ આગળના ભણતર માટે વડોદરા આવ્યો અને એમ.એસ.યુનિમાં અભ્યાસ કર્યો. 2001માં મેં ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવની જોબ કરી અને 2001થી 2006 સુધી ખેતી કરી. આ જીવનના કપરા વર્ષો હતા. 2007થી 2012 સુધી સરકાર નિયુક્ત સેનેટ સભ્ય, 2009થી 2012 સુધી સિન્ડિકેટ સભ્ય બન્યો. 2012થી 2018 સુધી સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યપદ દરમિયાન યુવાનો સાથે સીધા સંપર્કમાં આવ્યો. યુવાનોને મેસેજ આપવા માંગુ છું કે દરેકનો ખરાબ સમય આવે છે, તેમાંથી બહાર નીકળવાનું છે.

લિડરશીપ શીખવતી સંસ્થા સ્થાપી જેમાં 100થી વધુ કોર્સ ચલાવી હજારોને ઘડ્યાં
ભર્ગસેતુ શર્મા
રક્ષા મંત્રિ પદક એવોર્ડિ

વર્ષ 2018માં સાવલીના રસલપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબી રહેલા યુવકને ભર્ગસેતુ શર્માએ જીવના જોખમે બહાર કાઢીને તેને જીવનદાન આપ્યું હતું. નદીમાં ડુબી રહેલા યુવકને 20 ફુટ ઉંડેથી બહાર લાવીને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સી.પી.આરની 30 મિનીટ સુધી સારવાર મળ્યા બાદ યુવક સ્વસ્થ થયો હતો. આ બહાદુરીના કારણે ભર્ગસેતુને રક્ષામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે દિલ્હી ખાતે રક્ષા મંત્રી પદકથી સન્માનિત કરવામાં આવી હતી. ભર્ગસેતુના જીવનમાં પ્રાણી પ્રેમનું ખુબ મહત્વ છે. 22 વર્ષીય ભર્ગસેતુ રખડતા-રઝળતા પ્રાણીઓની સારવાર કરવા હ્યુમન્સ વિથ હ્યુમેનિટી નામની સંસ્થા ચલાવે છે. તે 15 વર્ષની હતી ત્યારે સોસાયટીમાં રહેતા બે ગલુડિયાઓને પાડોશી બહાર મુકી આવ્યા હતા. તેણે પોલીસ બોલાવી પાડોશી સાથે ઝઘડો કરી ગલૂડિયા પાછા મેળવ્યા. પછી તેણે સંકલ્પ કર્યો કે, હવેથી જેમનુ કોઈ નથી તેમને હું મદદ કરીશ. યુથ દિવસ પર યુવાઓને સંદેશ આપ્યો હતો કે, યુથે લોકો, પ્રકૃતીની કદર કરી તેમની તાકાત બનવું જોઇએ.

નદીમાં ડુબતા યુવકને 20 ફુટ ઉંડે જઇ બહાર કાઢી લાવી CPR આપી જીવાડ્યો
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો