ગોત્રી તળાવમાં નાહવા પડેલા યુવાનને ખેંચ આવતા ડૂબ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં રહેતો એક 25 વર્ષીય યુવાન શનિવારે સાંજે ગોત્રી તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. નહાતી વખતે તેને અચાનક ખેંચ આવતા તે ડૂબી ગયો હતો. જેને બચાવીને બહાર કાઢયા બાદ સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

, પેટલાદ તાલુકાના આમોદ ગામે રહેતો લાલાભાઇ અંબાલાલ ચુનારા (ઉં.વ.25) શનિવારે સાંજે 3:30 વાગ્યાની આસપાસ ગોત્રી તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. નહાતી વખતે તેને એકાએક ખેંચ આવતા તે તળાવના પાણીના ડૂબવા લાગ્યો હતો. બચાવવા માટે બૂમો પાડતા આસપાસમાંથી લોકોએ તેને બહાર કાઢ્યો હતો અને એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...