તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ રમવા ગયેલ VIP રોડનો યુવાન ભેદી સંજોગાેમાં ગુમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યુ વીઆઇપી રોડ પરની હરિઓમ સોસાયટીનો યુવાન ઘરેથી ક્રિકેટ રમવાનું કહીને નીકળ્યા બાદ ફરી પાછો ન આવતાં વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

સૌરભ વિજયબહાદુર યાદવ (ઉ.વ.19) તેની માતા અને કાકા સહિતનાં પરિવારજનો સાથે રહે છે. ગત તા.3,ફેબ્રુઆરીના રોજ સવારે સૌરભ સવારે 8 કલાકે ક્રિકેટ રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ સાંજ સુધી ઘરે પરત ન અાવતાં ચિંતાતુર બનેલાં પરિવારજનોએ સગાંસંબંધી તેમજ આજુબાજુના વિસ્તારમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવાનનો કોઇ જ પત્તો લાગ્યો ન હતો. પરિવારજનોએ આખરે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે સૌરભ વિજયબહાદુર ગુમ થયાની જાણ તેના કાકા સુરેશ યાદવે કરી છે. ફરિયાદના આધારે વારસિયા પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો