તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિફ્ટમાં જઈ રહેલી યુવતીને જકડી યુવકે ચુંબન કરી લીધું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના પૂર્વ વિસ્તારમાં રાત્રે પોણા અગિયાર વાગે લિફ્ટમાં ચોથા માળે પોતાના ઘરે જઇ રહેલી યુવતીને તેની જ બિલ્ડિંગમાં રહેતા યુવકે બળજબરીથી જકડી લઇ ચુંબન ચોંડી દેતાં યુવતી ગભરાઇ ગઇ હતી. યુવતીએ પરિવારને વાત કરતાં પરિવારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં યુવક બાઇક લઇને ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ વિસ્તાર સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય યુવતી શુક્રવારે રાત્રે તેની માતા અને બિલ્ડિંગની અન્ય મહિલાઓ સાથે બિલ્ડિંગની નીચે બેઠી હતી. દરમિયાન એક મહિલાએ પ્રસાદ આપતાં રાત્રે પોણા અગિયાર વાગે યુવતી પ્રસાદ લઇ ઘરમાં રહેલા પોતાના પિતાને આપવા જઇ રહી હતી. દરમિયાન તેની જ બિલ્ડિંગમાં રહેતો રાજેશ નામનો શખ્સ પણ લિફ્ટમાં તેની સાથે આવ્યો હતો. લિફ્ટનો દરવાજો બંધ થતાં જ રાજેશે તેને જકડી લઇ તેના મોં પર ચુંબનો ચોંડી દીધાં હતાં. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને તેણે રાજેશની પકડથી બચવાના પ્રયાસ કર્યા હતા. તે સમયે બીજો માળ આવી ગયો હતો, પરંતુ રાજેશે દરવાજો ખોલવાને બદલે ચોથા માળનું બટન દબાવી દીધું હતું. જોકે યુવતીએ તુરત જ સ્ટોપનું બટન દબાવી દેતાં લિફ્ટ બીજા માળે આવી ગઇ હતી અને યુવતીએ દરવાજો ખોલી તુરત જ રાજેશને લિફ્ટની બહાર કાઢી મૂક્યો હતો. પોતાની સાથે થયેલા વર્તનથી ગભરાઇ ગયેલી યુવતીએ તુરત જ પરિવારને જાણ કરતાં પરિવારે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. જેથી પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ તે પહેલાં રાજેશ બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ પહોંચી ત્યારે યુવક ફરાર થઈ ગયો હતો

પૂર્વ વિસ્તારના અેપાર્ટમેન્ટમાં યુવકનું કારસ્તાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો