તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીડિત મહિલા પ્રશાંતના રૂમમાં અડધો કલાક સુધી રોકાઇ હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુષ્કર્મના કેસમાં ગોત્રી પોલીસે શુક્રવારે પ્રશાંતની ખાસ મહિલા અનુયાયીનું વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ લઇ પુછપરછ કરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે તેણે જણાવ્યું હતું કે પિડીત મહિલા પ્રશાંતના બંગલે આવી હતી અને ઉપરના માળે અડધો કલાક સુધી રોકાઇ હતી. બીજી તરફ પોલીસે પ્રશાંતની પણ પુછપરછ કરી તેણે પોતાની ધાર્મિક માયાજાળમાં ફસાવીને કેટલી મહિલાઓ અને યુવતીઓનું શારીરિક શોષણ કર્યું છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો.

પ્રશાંતની 28 વર્ષીય અનુયાયી મહિલાએ બગલામુખીના પ્રશાંત ઉપાધ્યાય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.તેણે પ્રશાંતને સાસુ સાથેના ઝઘડાની અને પતિ સાથેના ઝઘડાની વાત કરતાં પ્રશાંતે તેની સમસ્યાનું નિરાકરણ કરવા ભોગ આપવો પડશે તેમ જણાવી તેણે 2019 સુધી પરિણીતા સાથે સાત વખત દુષ્કર્મ કર્યું હતું.

બનાવ સંદર્ભે ગોત્રી પીઆઇ એ.બી. ગોહિલે પ્રશાતંની ધરપકડ કરી તપાસ માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. શુક્રવારે પોલીસે પ્રશાંતની ખાસ મહિલા અનુયાયીને બોલાવી તેનું વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ લીધું હતું. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે તેણે તે વાતને સમર્થન આપ્યું હતું કે પિડીત મહિલા પ્રશાંતના બંગલે ગઇ હતી અને તે ઉપરના માળે અડધો કલાક પ્રશાંત સાથે રોકાઇ હતી. જો કે બંધ રુમમાં શું થયું હતું તેની જાણ તેને ના હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે પ્રશાંતે તેની ધાર્મિક માયાજાળમાં ફસાવીને કેટલી યુવતીઓ અને મહિલાઓનું શોષણ કર્યું છે તેની પણ તપાસ શરુ
કરી હતી.

અન્ય કેટલી યુવતીઓનું શોષણ કર્યું તેની તપાસ કરાશે

પ્રશાંતની ખાસ અનુયાયીનું વીડિયોગ્રાફી સ્ટેટમેન્ટ લેવાયું

પ્રશાંતને સ્પર્મના નમૂના લેવા સયાજીમાં લવાયો

પોલીસે પ્રશાંતને સયાજી હોસ્પિટલમાં લાવી તેના વીર્યના નમુના મેળવ્યા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ પોલીસ પ્રશાંતના વીર્યના નમૂના લેવા માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગઇ હતી પણ ગોત્રી હોસ્પિટલમાં તેને લગતી મશીનરી ના હોવાથી તેને વધુ તપાસ માટે તથા વીર્યના નમૂના લેવા માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
અન્ય સમાચારો પણ છે...