તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Tp 13 Has Been Receiving Lively Water For Four Days The Rulers39 Fury Does Not Change 081058

TP-13માં ચાર િદવસથી જીવડાવાળંુ પાણી અાવી રહ્યું છે, શાસકોનું રૂંવાડુય ફરકતું નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં એક વર્ષથી પેચીદી બનેલી પાણીની મોકાણમાં હવે નવા વિસ્તારો ઉમેરાઇ રહ્યા છે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તાર બાદ ઉત્તર ઝોનમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. જેમાંયે,નવાપુરા અને ટીપી 13-નવાયાર્ડ વિસ્તારમાં જીવડાવાળુ પાણી આવી રહ્યુ હોવા છતાં પાલિકાના શાસકોનું રૂંવાડુય ફરકતું નથી.

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ગત ડીસેમ્બર મહિનાથી ગંદા પાણીની સમસ્યા શરૂ થઇ હતી અને ફેબ્રુઆરી મહિના સુધીમાં તો સમસ્યા વકરી હતી. આ બંને વિસ્તારોની છ લાખ પ્રજાએ 10 મહિના સુધી ગંદુ-રંગીન-કાળુ પાણી પીધુ હતુ અને રાજયના મંત્રી યોગેશ પટેલે દિવાળી પૂર્વે દરમ્યાનગીરી કરી ત્યારે સુધરેલુ પાણી મળતુ થયુ હતુ પણ ત્યારબાદ પ્રેસરનો પ્રશ્ન ઉભો થયો હતો.

આ સંજોગોમાં, અલકાપુરી, જેપી રોડ, વાસણા રોડ, તાંદલજા, સુભાનપુરામાં કાળુ અને ચ્હા જેવુ પાણી આવ્યું હતું. પાણીનો પ્રશ્ન પાણીની જેમ સમગ્ર શહેરમાં રેલાઇ રહ્યો છે અને તેમાંયે છેલ્લા ચાર દિવસથી નવાપુરા-જયરત્ન બિલ્ડીંગ પાસેની સોસાયટીમાં તેમજ નવાયાર્ડ-ટીપી 13ની સોસાયટીઓમાં જીવડાવાળુ પાણી આવતા પાલિકાની પોલ ઉઘાડી પડી છે. આ મામલે સ્થાનિક રહીશો પાલિકા વિરોધી પ્રદર્શન કરી રહ્યા છે પણ તેમને ચોખ્ખુ પાણી કયારથી મળશે તેનો જવાબ પાલિકા પાસે નથી.

તમારે અાવુ ચોખ્ખુ મિનરલ વોટર પીવાનું...
... ને અમને અાવું જીવડાં વાળુ પાણી પીવડાવો છોय़य़य़!
જીવડાવાળા પાણી માટે માત્ર સેમ્પલ લઇને સંતોષ
નવાપુરા અને ટીપી 13 વિસ્તારમાં આવેલા જીવડાવાળા પાણી માટે પાણી પુરવઠા વિભાગ અને ડ્રેનેજ વિભાગે તપાસ શરૂ કરી છે. પરંતુ,ચાર ચાર દિવસે પણ તેનુ મૂળિયુ પાલિકાને મળ્યુ નથી. જીવડાવાળા પાણીની ફરિયાદવાળી સોસાયટીઓમાં જઇને પાલિકા માત્ર સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનો સંતોષ માની રહી છે.

જીવડાવાળંુ અને ગંદુ પાણી કયાં કયાં આવે છે
નવાયાર્ડ, ટીપી 13 અને નવાપુરા વિસ્તારમાં જીવાત વાળુ પાણી અાવી રહ્યું છે

દ્વારકેશકુંજ, જયરત્ન બિલ્ડીંગ

શ્રી દર્શન સોસાયટી-ટીપી 13

મેઘધનુષ, TP- 13

નવી રામવાડી

જૂની રામવાડી

આશાપુરી

ઠાકોરકૃપા

અમરનગર

ગાયત્રીધામ

દ્વારકેશકુંજ, જયરત્ન બિલ્ડીંગ

શ્રી દર્શન સોસાયટી-ટીપી 13

મેઘધનુષ, TP- 13

નવી રામવાડી

જૂની રામવાડી

આશાપુરી

ઠાકોરકૃપા

અમરનગર

ગાયત્રીધામ

દ્વારકેશકુંજ, જયરત્ન બિલ્ડીંગ

શ્રી દર્શન સોસાયટી-ટીપી 13

મેઘધનુષ, TP- 13

નવી રામવાડી

જૂની રામવાડી

આશાપુરી

ઠાકોરકૃપા

અમરનગર

ગાયત્રીધામ

અેક વર્ષથી ગંદાપાણીની સમસ્યા પણ પ્રજાની શાસકોને પડી નથી
ડીસેમ્બર 2018 થી ફેબ્રુઆરી 2019 : વાઘોડિયા રોડ,તરસાલી,સરદાર એસ્ટેટ વિસ્તારમાં ડહોળા પાણીની ફરિયાદો શરૂ.

માર્ચ 2019 થી જૂન 2019 : વાઘોડિયા રોડ,આજવા રોડ,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ,સયાજીપુરા,સરદાર એસ્ટેટ,સોમા તળાવ,કપૂરાઇ,માંજલપુર,મકરપુરા,જાંબુવા,તરસાલીમાં રંગીન પાણી આવ્યુ.

જુલાઇ 2019થી સપ્ટેમ્બર 2019 : વાઘોડિયા રોડ, ડભોઇ રોડ,વાડી, ગાજરાવાડી, આરવી દેસાઇ રોડ, માંજલપુર, મકરપુરા, જાંબુવા, માણેજા, તરસાલી,ન્યૂ વીઆઇપી રોડ, સયાજીપુરા, કપૂરાઇમાં ગંદુ પાણી આવ્યુ.

ઓકટોબર 2019થી નવેમ્બર 2019 : વાઘોડિયા રોડ, આજવા રોડ, ડભોઇ રીંગ રોડ, બાપોદ, તરસાલી, કપૂરાઇ, સોમા તળાવ, જાંબુવા, ન્યૂ વીઆઇપી રોડ, સરદાર એસ્ટેટ વિસ્તારમાં અપૂરતા પ્રેસરથી પાણી આવ્યું.

પ્રશ્ન ઉકેલવાની જવાબદારોની કોઈ ઈચ્છા શક્તિ જ નથી
એક એક વર્ષથી પાણીનો પ્રશ્ન ચાલી રહ્યો હોવા છતાં પાલિકાએ તેને ગંભીરતાથી લીધો નથી. ગંદા પાણીની સમસ્યા નવા વિસ્તારો પકડી રહી હોવા છતાં પાલિકા ચાલે છે તેવી નીતિ પકડી રહ્યુ છે. ચોખ્ખા પાણી માટે પાલિકાએ પાળ બાંધી નથી અને તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન કયાંકને કયાંક ભેગી થઇ રહી છે પણ તેની તપાસ કરવાની પેરવી કરવામાં આવી રહી નથી. પાણી -ડ્રેનેજની જૂની લાઇનો પણ બદલવાની જરૂર છે અને તેનો સરવે એક વર્ષે પણ ન થતાં ગંદા પાણીની સમસ્યા ઉકેલાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...