તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Team Of The Pilgrims Came To The Gauti Hospital But They Were Not Cleared 075015

ગોત્રી હોસ્પિટલમાં પાલિકાની ટીમ આવી પણ સફાઇ થઇ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીબીસ્ટાર રિપોર્ટર | વડોદરા

ગોત્રીની જીએમઇઆરએસ હોસ્પિટલના પરિસરમાં કચરાના ઢગલાઓનો જમાવડો થયો હોવાથી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હોવાનો અહેવાલ શુક્રવારે પ્રકાશિત કર્યા બાદ પાલિકાની વોર્ડ ઓફિસની સેનેટરી વિભાગની ટીમે હોસ્પિટલ કેમ્પસની મુલાકાત લીધી હતી પણ ઉચ્ચ અધિકારીને મળવાની તસ્દી ન લઇને માત્ર ‘સફાઇ થઇ જવી જોઇએ’નો રોફ સફાઇ કર્મચારીઓ પર મારીને નીકળી જતાં મોડી સાંજ સુધી કેમ્પસની સફાઇ થઇ ન હતી. જીઅેમઇઆરએસ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર વોર્ડ ઓફિસમાં જઇને આ મુદ્દે રજૂઆત કરી હતી. બીજી તરફ મોડી સાંજે પણ પાલિકાની ટીમ ગઇ ત્યારે પણ કચરો જમીન પર જ હતો. આ વિશે સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર સીપી વસાવાએ જણાવ્યું હતું કે, ‘ અમે શનિવારે સવારે પણ ચેકિંગ કરીશું. જો કેમ્પસની સફાઇ થયેલી નહીં હોય તો નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરીશું. કેમ્પસમાં કચરામાંથી ખાતર તૈયાર કરવા માટેનો એક વિશાળ કંપોસ્ટ ખાડો ખોદવાની સૂચના આપી છે.’

હોસ્પિટલ પાલિકાને વર્ષે રૂ.2 કરોડ ચૂકવે છે
આ વિશે જીએમઇઆરએસના હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર કુંદન સિંઘે જણાવ્યું હતું કે, ‘હોસ્પિટલ અને કોલેજ થઇને વર્ષે વેરાપેટે સફાઇનો કચરો લઇ જવાના અને પાણીના રૂ.2 કરોડ જેટલી જંગી રકમ અમે ચૂકવીએ છીએ. જ્યારે સફાઇની એક ગાડી માત્ર એકવાર જ કેમ્પસમાં આવે છે. જેટલો કચરો થાય છે તે હિસાબે તેમણે સુવિધા વધારવી જોઇએ.’

અન્ય સમાચારો પણ છે...