શિક્ષકોએ રોજમદારોને દાળ-ભાત-રોટલી બનાવી શકે તેવી કિટ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_રોજમદારોને ભોજન બનાવવાની કિટ આપી રહેલા પારુલ યુનિ.ના સભ્ય.*photocaption*

social work
સિટી રિપોર્ટર . વડોદરા


કોરોના વાઇરસ મહામારીની સામે દેશ અને દુનિયામાં લોકો લડી રહ્યા છે. ત્યારે આ લડાઈમાં હૅલ્થકૅર વર્કર્સ, પોલીસ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓનો સાથ પારુલ યુનિવર્સિટી અને તેના અધ્યાપકો આપી રહ્યા છે. પારુલ યુનિવર્સિટી અને તેના અધ્યાપકો આર્થિક મદદ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને રોકવા માટે દેશભરમાં 21 દિવસના લૉક-ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉક-ડાઉન દરમિયાન જરૂરિયાતમંદો સુધી જવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે સરકારના વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને રાહત કામગીરી કરી રહી છે. યુનિવર્સિટીના અધ્યાપકો અને સ્ટેક હૉલ્ડર્સે પોતાનો એક દિવસનો પગાર આ રાહત કામગીરીમાં ધર્માદા પેટે આપશે. શુક્રવારે પારુલ યુનિવર્સિટીના વડોદરા, અમદાવાદ તથા રાજકોટના ટિચિંગ તથા નૉન-ટિચિંગ સ્ટાફે સર્વાનુમતે આ નિર્ણય કર્યો હતો. આ મુજબ કુલ 28 લાખ રૂપિયા પારુલ યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા મુખ્ય મંત્રીના રાહત ફંડમાં આપવામાં આવશે. ક્રાઉડ ફન્ડિંગ કરી શકાય એ માટે પણ યુનિવર્સિટી દ્વારા ઑનલાઇન પ્રાયાસો કરવામાં આવી રહ્યા છે. ક્રાઉડ ફન્ડિંગથી જે રકમ મળશે તેની મદદથી કિટ બનાવવામાં આવશે અને તેનું વિતરણ રોજમદારો વચ્ચે કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...