બે યુવાનોને બચાવનાર ભર્ગસેતુનો જીવ બચ્યો

Vadodara News - the survivor of two youths survived 040708

DivyaBhaskar News Network

Feb 12, 2019, 04:07 AM IST
ગયા વર્ષે મહિસાગરમાં તણાતા યુવાનનો જીવ બચાવનાર અને આ વર્ષે રક્ષાપદક એવોર્ડથી સન્માનિત વડોદરાની ભર્ગસેતુ શર્માનો માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.

ભર્ગસેતુ સવારે સવા અગિયાર વાગ્યાના સુમારે મોપેડ પર કારેલીબાગ તરફ પોતાના ઘર તરફ જઇ રહી હતી. ત્યારે જેસીબીની ટક્કર વાગતાં તે પડી ગઇ હતી. પણ તેની મોપેડ રસ્તા સાથે ધસડાઇ હતી. તેના કારણે તેના ઘૂંટણ અને હાથ છોલાઇ ગયા હતા અને લોહી નીકળ્યું હતું.ભર્ગસેતુએ પોતાના પિતા સુનિલભાઇને ફોન કરીને બોલાવી લીધા હતા.

જેસીબીના ચાલકે વાહન અટકાવી દેતાં ભૂલ બદલ એકત્ર થયેલા લોકોએ પણ ચાલક મુકેશનો બેદરકારી દાખવવા બદલ ઉધડો લીધો હતો. ભર્ગસેતુ ગત વર્ષે 13મી મેના રોજ મહિસાગરના ધસમસતા પાણીમાં તણાતા બાદલ નામના યુવાનને પોતાની તૈરાકીથી પરત કિનારે લાવી હતી. અા માટે તેને 26મી જાન્યુઆરીએ સંરક્ષણ મંત્રીના હસ્તે રક્ષાપદક એવોર્ડ અાપ્યો હતો.

હું બૂમો પાડતી રહી ચાલકે ધ્યાન ન આપ્યું

મારી સ્પીડ માંડ 10થી 20 કિમીની જ હતી. रमवJCBની ઝડપ જોતાં જ મને લાગ્યું કે મને કચડી નાંખશે, હું બૂમો પાડતી રહી પણ પલકવારમાં જ હું મોપેડ પરથી કૂદી પડી અને જીવ બચાવી લીધો. પણ પેન્ટ ફાટી ગયું . ભર્ગસેતુ શર્મા.

X
Vadodara News - the survivor of two youths survived 040708

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી