તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Student Bounced From The Ceiling Rolled Over The Road The Truck Turned Again 040629

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થિની છકડામાંથી ઉછળીને રોડ ઉપર પટકાઈ, ટ્રક ફરી વળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાઘોડિયા ગામમાં રહેતી અને વાઘોડિયારોડ પરની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બુધવારે બપોરે છકડા માં બેસીને ઘરે જઈ રહી હતી. નેશનલ હાઇવે વાઘોડિયા ચોકડી પાસે છકડા ના ચાલકે બ્રેક મારતા પાછળના ભાગે બેસેલી આ વિદ્યાર્થીની નીચે પડી ગઈ હતી અને તે જ સમયે પાછળતી આવી રહેલા એક ટ્રક્નું પૈડું તેના પર ફરી વળતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બનાવની િવગતો અનુસાર વાઘોડિયા ગામમાં ગાયત્રી મંદિરની બાજુમાં આવેલ અક્ષર વિહાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ તડવીની પુત્રી રેણુકા(ઉં.વ.16) વાઘોડિયા રોડ પરની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં આભ્યાસ કરતી હતી. વાઘોડિયાથી તે દરરોજે છકડા માં અપ ડાઉન કરતી હતી. રાબેતા મુજબ તે બુધવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે પરની વાઘોડિયા ચોકડી પાસેથી છકડા માં પસાર થઇ રહી હતી.

છકડા ના ચાલકે એકાએક બ્રેક મારતા છકડા ની પાછળની તરફ બેસેલી રેણુકા નીચે પડી હતી અને બરાબર તે જ સમયે પાછળથી આવી રહેલા એક ટ્રકનું પૈડું તેના પર ફરી વળતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ સાથે સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અકસ્માત બાદ એકત્ર થયેલા લોકોએ પણ ત્યાં સ્પીડબ્રેકર ન હોવાને કારણે પુરઝડપે દોડતી ટ્રકની અડફેટ વિદ્યાર્થિનીનું મોત થયાના આક્ષેપો કર્યા હતા.

અકસ્માતમાં છાત્રાના હાથમાંથી બેગ સાથે જિંદગી પણ છૂટી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો