તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંઘર્ષ અને મહેનતથી સફળતા મેળવી દેશને ગૌરવ અપાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંચ વર્ષની હતી ત્યારે ટીવી પર બોક્સિંગની મેચ જોઈ મને બોક્સિંગ શીખવાનુ મન થયું. આ વાતની ઘરે જાણ કરતા તેમણે મને બોક્સિંગમાં હાથ પગ તૂટી જશે તેમ કહી ના પાડી દીધી હતી. જોકે મમ્મીએ સમજાવતા મને બાંઢીપુરની એક એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો. થોડા જ મહિનામાં ડિસ્ટ્રીક્ટ લેવલ પર ગોલ્ડ મેળવ્યો. ત્યારબાદ મેડલનો સીલસીલો હજુ સુધી ચાલુ છે. આજે મારી પાસે 27 મેડલ છે.7 વર્ષની હતી ત્યારે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. બાંઢીપુરમાં મારી પોતાની એકેડમીમાં 700 થી વધારે બાળકો શીખવા આવે છે.

તમારી પોતાની ખાસિયત, તમારા જેવંુ બીજુ કોઈ નથી -આયુષી ધોળકિયા
તમારી પાસે પોતાની ખાસિયત છે, તમારા જેવુ બીજુ કોઈ જ નથી. તમે જે ઈચ્છો છો તો તેના માટે તમારા 100 ટકા પ્રયાસ કરી દો. 2009-10 થી મને મારા ઘરેથી ગુજરાતમાં યોજાતા તમામ મિસ વડોદરા જેવા શૉમાં મોકલતા હતા. પહેલા તો મેં તેને ગંભીરતાથી ન લધું પરંતુ 2017 માં એક સ્પર્ધામાં ભાગ લીધો અને મજા આવી એટલે મેં એક વર્ષ સુધી મહેનત કરીને 2019 માં મિસ ટીન ઈન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિ કરી મિસ ટીન ઈન્ટરનેશનલ-2019 નો ખિતાબ જીતી લીધો હતો. ભવિષ્યમાં ફેમિનિસ્ટ ઈન્ડિયામાં ભાગ લેવાની ઈચ્છા છે.

સરકાર એકલી કંઈ ન કરી શકે, જન સહયોગ જરૂરી -આર્મસ્ટ્રોંગ પામે
 હું જે કંઈ પણ કરૂ છું તેમાં 100 ટકા પ્રયાસ કરુ છું. 99 ટકા સત્ય, સલાહ, અને પ્રેરણાને શોધું છું, દરેક વ્યકિતમાં કોઈને કોઈ ખામી હોય છે એટલે સત્ય, સલાહ અને પ્રેરણા હું મારી આસપાસના લોકો પાસેથી મેળવું છું. યુથ આજનો લીડર છે, સરકાર કોઈ કરવા ઈચ્છે તો એકલા કઈ નથી કરી શકતી તેના માટે લોકોએ પણ સહયોગ આપવો જરૂરી છું. હું મણિપુરના તામેંગલોંગ જીલ્લામાંથી આવું છું જ્યાં શાળા કે હોસ્પિટલની કોઈ સુવિધા નથી આઇએએસ બન્યા બાદ ત્યાં સુવિધાઓ લાવવા પર કામ કર્યું જેથી લોકો મને મીરેકલ મેન તરીકે ઓળખે છે.

મારા દેશમાં ભરોસો કરું છું, આપણે માત્ર ભારતીય - કર્નલ ડી.પી.કે. પિલ્લાઈ
આજે ભારતમાં ઘણા યુવાઓ બસો સળગાવે છે અને તોડફોડ કરે છે આ લોકો કઈ આઝાદી ઈચ્છે છે તે ખબર નથી પડતી. હું દુનિયાના ઘણા દેશોમાં ફર્યો છું પરંતુ ભારત મને રહેવા માટે શ્રેષ્ઠ લાગ્યો છે. હું આ સીએએ કે એનઆરસી શું છે તે નથી જાણતો પણ મને હું મારા દેશ પર ભરોસો કરૂ છું. ભારતમાં હિન્દુ-મુસ્લિમ એવો કોઈ ધર્મ નથી બધા લોકો ભારતીય છે. ભારતના યુવાઓએ ભારતમાં જ રહીને ભણવું જોઈએ. પોતાની સરખામણી અન્ય કોઈ સાથે ન કરવી જોઈએ. આજે સરખામણીના કારણે આજનો યુવાવર્ગ પાછળ રહી ગયો છે.

પપ્પાની સલાહ માની ને રાતોરાત હું સ્ટાર બની ગઈ - મૈથિલી ઠાકુર
રોજ દાદા અને પપ્પા સાથે સવારે પ્રેકટીસ કરવાની તક મળી. મમ્મી-પપ્પા અમને વહેલા ઉઠાડીને પ્રેકટીસ કરાવતા હતા. એટલે જ નાનપણથી મને સંગીતનો શોખ ચડ્યો હતો. હું ક્લાસીકલ મ્યુઝીક પણ ગાઉં છું પરંતુ આ બધા કરતા મને ફોલ્ક મ્યુઝીક એટલે લોક સંગીત ગાવું વધારે ગમે છે. રાઈઝિંગ સ્ટાર શૉમા ભાગ લીધો હતો, પણ થોડા માટે જીતતા રહી ગઈ. ત્યારબાદ પિતાએ સોન્ગ રેકોર્ડ કરીને અને અપલોડ કરવા જણાવ્યું. ત્યારબાદ મેં પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને રાતો રાત યુટ્યુબ અને ફેસબુક પર લોકપ્રિય થઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો