તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Statue Of Swami Vivekananda Is Cleared Only In January Of The Year Who Will Change That Tradition 075601

સ્વામી વિવેકાનંદની મૂર્તિ વર્ષે ફક્ત જાન્યુઆરી મહિને જ સાફ થાય છે ! તે પરંપરા કોણ બદલશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ફરી પરીક્ષાનો માહોલ જામ્યો છે ત્યારે પાર્કિંગમાં પડેલી ગાડીઓ જોઈને વિદ્યાર્થીઓ બોલી ઉઠ્યા હતા કે આ કોઈ કંપનીનું ગોડાઉન હોય એવું લાગે છે. જો આટલા વિદ્યાર્થીઓ એક્ઝામના સમયે આવી શકતા હોય તો લેક્ચર ભરવા કેમ નથી આવતા ? તેવી ચર્ચાએ યુનિમાં જોર પડક્યું હતું.

સ્વામીજી પર MSUમાં રાજકારણ ના રમાય તો સારું
MSUમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર માટીના થર જોઈને વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી હતી કે સ્વામી વિવેકાનંદજી પર રાજકારણ રમવાનું વિદ્યાર્થી નેતાઓ ક્યારે છોડશે. વર્ષે એકવાર ફક્ત તેમના જન્મદિવસ પર વિદ્યાર્થી નેતાઓ તેમની મૂર્તિ પર હાર ચઢાવે છે અને પછી આખું વર્ષ તે મૂર્તિ ધૂળ ખાય છે.

સેમિસ્ટરના કારણે પ્રોફેસરોનું વેકેશન ઝીરો દિવસનું થઇ ગયું
MSUના પ્રોફેસરોને પરીક્ષા પૂર્ણ થતા 40 દિવસમાં રિઝલ્ટ આપવું પડશે તેવું સર્ક્યુલર આપવામાં આવે છે. જ ેવિષયે નારાજગી વ્યક્ત કરતા પ્રોફેસરોમાં વાત ચાલી કે સેમિસ્ટર આવતાની સાથે પ્રોફેસરોનું વેકેશન ઝીરો દિવસનું થઇ ગયું. આવી સ્થિતિ રહી તો વિદ્યાર્થીઓની જેમ પ્રોફેસરો સત્તાધીશોની સામે આંદોલન પર ઉતરશે.

મહારાજા સયાજીરાવ યુનિમાં કોઈ કંપનીનું ગોડાઉન બન્યું છે?
MSUમાં ફરી પરીક્ષાનો માહોલ જામ્યો છે ત્યારે કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીના પાર્કિંગ એરિયામાં એક સાથે એક હજાર કરતા પણ વધુ ગાડીઓ હતી. ત્યારે વિદ્યાર્થીઓને ગાડી મુકવાની જગ્યા શોધવી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. જો જોઈને વિદ્યાર્થીઓ બોલી ઉઠ્યા કે આ કોઈ કંપનીનું ગોડાઉન હોય એવું લાગે છે. એક સાથે આટલી બધી ગાડીઓ જોઈને વિદ્યાર્થીઓને પણ આશ્ચર્ય થયું હતું કે આટલા બધા વિદ્યાર્થીઓ પાસે ગાડી છે તો શું લાઇસન્સ પણ હશે?

અન્ય સમાચારો પણ છે...