પુત્ર પાસે કીડા કઢાવવામાં હજી સુધી કોઇ તપાસ નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે સાંજે સયાજી હોસ્પિટલમાં લોકોનો સરકારી હોસ્પિટલ પરથી ભરોસો ઉઠાવી દે તેવો કિસ્સો બન્યો હતો. વૃદ્ધ પિતાના પગમાં ગેન્ગરિન થયા બાદ તેમાં કીડા પડતા સારવાર માટે આવેલ પુત્ર પાસે જ તબીબોએ પિતાના પગમાંથી કીડા કઢાવ્યા હતા. જે અંગે કોઈ તપાસ ન થઇ હોવાની અને સોમવારે બધા ભેગા થાય ત્યારે જ આ અંગે તપાસ થશે તેમ સર્જરી વિભાગના ઇન્ચાર્જ હેડ પાસેથી જાણવા મળ્યું હતું.

શુક્રવારે સાંજે મહેશ બુધાભાઈ પઢીયાર નામનો યુવાન પોતાના વૃદ્ધ પિતાના પગમાં ગેન્ગરિન થયા બાદ તેમાં કીડા પડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જ્યા સર્જરી વિભાગના રેસિડન્ટ ડોક્ટર્સ દ્વારા પુત્રને બહારથી કીડા કાઢવા માટેનું ઓઇલ મંગાવી તેની પાસેથી જ વૃદ્ધ પિતાના પગમાંથી કીડા કઢાવ્યા હતા. આ ઘટના અંગે સુપ્રિટેન્ડન્ટ, સર્જરી વિભાગના એચ.ઓ.ડી અને ઇન્ચાર્જે એકબીજા પર ખો આપી હતી. બીજા દિવસે સર્જરી વિભાગના ઇન્ચાર્જ એચ.ઓ.ડી ડૉ. દિલીપ ચોકસીએ જણાવ્યું હતુંકે, શનિવાર તેમજ ચેટીચંદની જાહેર રજા હોવાથી કોઈ તપાસ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...