તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Smugglers Raid In The Gst Joint Commissioner39s Closed House 075117

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST જોઈન્ટ કમિશનરના બંધ મકાનમાં તસ્કરોની રેડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીઅેસટી વિભાગના જોઈન્ટ કમિશનર લગ્ન બાદ પોતાની દિકરીને વળાવવા માટે અમદાવાદ જતા તેમના બંધ મકાનમાં તસ્કરોઅે રેડ પાડીને રોકડા રૂ.1.25 લાખ અને દાગીના મળીને રૂ.1.95 લાખની મત્તા ચોરી જતા કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.

કારેલીબાગની આશુતોષ નગર સોસાયટીમાં રહેતા કેતન શાહ (ઉ.વ.55) વડોદરા કુબેર ભવન ખાતે જીઅેસટી વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. કેતનભાઈની દિકરીના લગ્ન બાદ પરિવાર 9 માર્ચ 2020ના રોજ સવારે 10:15 કલાકે ઘરને બંધ કરીને દિકરીને વળાવવા માટે અમદાવાદ ગયો હતો. જ્યારે અમદાવાદ થી 11 માર્ચના રોજ સવારે 8 વાગે જોઈન્ટ કમિશનર અને તેમનો પરિવાર ઘરે પરત આવતા તેમના ઘરના મુખ્ય દરવાજાનું ઈન્ટર લોક ખોલી તેઓ અંદર પ્રવેશ્યાં હતાં.

પરિવારે તપાસ કરતા ઘરમાં નીચેના બે રૂમમાં તિજોરી અને કબાટ ખુલ્લા હતાં,જ્યારે પહેલા માળે પણ તિજોરીનું લોકર તુટેલું હતું અને કબાટમાંથી સામાન વેરવિખેર પડ્યો હતો. તસ્કરોઅે ઘરમાંથી રૂ.10,50,100 અને 200ના દરની કોરા બંડલ મળી રૂ.1.25 લાખ રોકડા, રૂ.60 હજારની કિંમતના બે કિલો ચાંદીના વાસણો અને સિક્કા, તેમજ રૂ.10 હજારની સોનાની બુટ્ટી તેમજ વીટીં મળીને રૂ. 1‌.95 લાખની મત્તા ચોરી ગયા હતા. તસ્કરોઅે પહેલા ઘરના મુખ્ય દરવાજાના નકુચા સાથે તાળુ તોડ્યું હતું. પરંતુ ઈન્ટરલોક ન તુટતા પાછળના દરવાજેથી પ્રવેશ્યા હતા.

રોકડા અને દાગીના મળીને રૂા.1.95 લાખની ચોરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો