તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના વેપારી પાસે અનાજનો જથ્થો પહોંચતો નથી, બીમારો અટવાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર નજીકના ગામોમાં કરિયાણું પહોંચતું નથી, અણખી સહિતના ગામોમાં ચાર દિવસથી અનાજનો જથ્થો જ નથી

શહેર નજીકના ગામોમાં છેલ્લા ચાર દિવસથી કરિયાણાનો કોઈ જથ્થો ના હોવાથી ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. નાના વેપારીઓ પુરવઠો મળતો ન હોવાથી દુકાનો ખાલી થઈ ગઈ છે બીજી તરફ જથ્થાબંધ વેપારીઓ દ્વારા વધારે ભાવ લેવામાં આવતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. લોકડાઉન ચાલી રહ્યું છે તેવા સમયે અનાજ અને કરિયાણાનો પૂરતો જથ્થો હોવાની વાતો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જોકે હકીકત એવી છે નાના પ્રોવિઝન સ્ટોર અને કરીયાણા ના વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો નહિ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે . શહેર નજીક આવેલા અણખી, ફાજલપુર ,રામનાથ , કાશીપુરા, રમણ ગામડી ,બામણગામ સહિતના નાના ગામોમાં તમામ પ્રોવિઝન સ્ટોર અને કરિયાણાવાળા પાસે જથ્થો ખલાસ થઈ ગયો છે . છેલ્લા ચાર દિવસથી ચોખા, તેલ, ખાંડ, ગોળ ,ચા ,મરી ,મસાલા જેવી વસ્તુઓ ઉપલબ્ધ ના હોવાથી ગ્રામ્યજનો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ આ નાના વેપારીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં પુરવઠો મળતો ન હોવાની ફરિયાદો પણ કરવામાં આવી છે. પોર ખાતે જથ્થાબંધ વેપારીઓ દ્વારા દરેક વસ્તુઓ ડબલ ભાવ લેવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે .આવા સમયે મોટા વેપારીઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે . ઓળખી ગામમાં રહેતા વેપારી દિનેશ ઠાકોર જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી તેમનો સ્ટોક ખલાસ થઈ ગયો છે પરંતુ વડોદરા વડોદરામાં પ્રવેશ નહીં મળતો હોવાથી કોઈપણ પ્રકારનો જથ્થો લાવી શકાતો નથી.

દંતેશ્વર વામ્બે હાઉસિંગમાં રહેતા 1200 લોકો ત્રણ દિવસથી બિસ્કિટ ખાઇને પેટ ભરે છે

લોકડાઉનની સ્થિતિમાં રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો માટે કપરી સ્થિતીનું નિર્માણ થયું છે. હવે તેમના ઘરમાં રાશન અને પૈસા પણ ખુટવા આવ્યા છે . શહેરના દંતેશ્વર વિસ્તારમાં વામ્બે હાઉસિંગ યોજનામાં રહેતા 1200 પરિવારોની આવી જ હાલત થઇ છે અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ બિસ્કીટ ખાઇને પેટ ભરી રહ્યા છે. તેમની પાસે હજું કોઇ મદદ પહોંચી નથી. લોકડાઉન હોવાથી તેઓ ઘરની બહાર પણ નિકળી શકતા નથી. વામ્બે હાઉસિંગ સોસાયટીમાં સામાન્ય વર્ગના 1200 લોકો રહે છે. અનાજ સહિત રાશન ખુટવા લાગ્યું છે અને હવે તો પૈસા પણ ખુટયા છે, જેથી ખરીદી કરી શકતા નથી. અમે ત્રણ દિવસથી માત્ર બિસ્કીટ ખાઇને પેટ ભરીએ છીએ. બહાર જવામાં પણ તકલીફ પડી રહી છે. કોઇ મદદ પહોચાડાય તો સામાન્ય વર્ગના આ લોકોને ફાયદો થશે અમે રોજ કમાઇને પેટ ભરીએ છીએ, જેથી જેટલું રાશન ઘરમાં ભર્યું હતું તે હવે ખલાસ થઇ ગયું છે. પૈસા પણ ખુટી ગયા છે, જેથી બહાર જઇને કમાઇશું તો જ પેટ ભરાશે તેવું લાગે છે. ઘરમાં તેલ અને ખાંડ નથી, લોટ નથી. ઘરમાં નાના છોકરાઓ છે, જેથી ચિંતા થાય છે.

કોરોના લોકડાઉનને પગલે ખાનગી ક્લિનિક- હોસ્પિટલો બંધ, દર્દીઓને ટેલિફોનિક કન્સલ્ટેશનથી સારવાર

ગ્રાઉન્ડ રિપોર્ટ

વડોદરા | કોરોનાને પગલે લાગુ કરાયેલા લોકડાઉનના છઠ્ઠા દિવસે શહેરમાં આવ્શ્યક વસ્તુઓ અને સેવાઓ લોકો સુધી પહોંચતી નથી. એક તરફ સયાજી હોસ્પિટલ, ગોત્રી જીએમઇઆરએસ અને ઇઅેસઆઇ તથા ચેપી રોગના દવાખાનાઓની ઓપીડીઓ લગભગ નહીવત થઇ ગઇ છે. તો બીજી તરફ ખાનગી દવાખાનાઓમાં પણ લોકો જવલ્લે જ જાય છે અને કોરોના વાઇરસનો ચેપ પોતાને જ નહીં પણ દર્દી કે તેના સગા કે હોસ્પિટલ સ્ટાફને પણ લાગે શકે તેવી ભીતીથી સાવચેતીના પગલા તરીકે શહેરના તમામ વિસ્તારોના ક્લિનિકસ બંધ છે. જયારે રોજ કમાઇને રોજ ખાનાર અનેક ગરીબો ભૂખ્યા પેટે દિવસો ગુજારી રહ્યા છે. તો અનાજના નાના વેપારીઓ સુધી હજી પૂરતો જથ્થો પહોંચતો ન હોવાનું બહાર આવ્યું છે.

ન્યૂ વીઆઇપી રોડ અમર નગરમાં રહેતા અને ભંગારનો વેપાર કરી જીવન ગુજારતા અંદાજે 200 રહીશો બે ટાઇમને બદલે એક ટાઇમ જમવા મજબૂર થયા છે. લોકડાઉનમાં તેમને કોઇ પુછવા આવતુ નથી. માંગવા જવાતુ નથી.ઘરમાં અનાજ નથી. જે હોયતેનાથી એકટાઇમ પેટ ભરીએ છે. ભંગારને બદલે હવે કેટલાક યુવાનો શાકભાજીનો ધંધો છેલ્લા બે દિવસથી શરૂ કર્યો છે. તેવી કેફિયત અમરનગરમાં રહેતા દંપતી સંપત દેવી પૂજક અને ચંપાબેન દેવીપૂજકે જણાવી હતી.

વસાહતમાં 200 લોકો છે, એક ટાઇમ જમીને દિવસ પસાર કરીએ છે, ખાવાનું માંગવા પણ જઇ શકતા નથી

અનેક સંસ્થાઓ અને સેવાભાવીઓના અથાગ પ્રયત્નો બાદ પણ રોજ કમાઇને રોજ ખાનાર અનેક ગરીબો ભૂખ્યા પેટે દિવસો ગુજારી રહ્યા છે

Ground Report | લોકડાઉનના છઠ્ઠા દિવસે શહેરમાં આવશ્યક વસ્તુઓ અને સેવાઓની સ્થિતિ જાણો

શહેરના તમામ વિસ્તારોના ક્લિનિકસ બંધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલો અંશત: બંધ કરી દીધા છે. લોક ડાઉનની સ્થિતિને પગલે પરિવારજનોને પણ દોડધામ કરવી પડે તેવી સ્થિતિ હોવાને પગલે લોકોએ દવાઓનો પૂરતો સ્ટોક ઘરે જ રાખીને હાલ પૂરતી સારવાર લેવાનું પસંદ કર્યું છે. જ્યારે જે દર્દીઓને અનિવાર્યપણે હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી જ છે તેમને રાખીને સારવાર કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસનો ભય એટલો છે કે, નાની મોટી બીમારી હોય તો લોકો પોતાના ફેમિલી ડોક્ટરોનો સંપર્ક કરીને મેડિકલ સ્ટોર પરથી જ દવાઓ લઇને કામ ચલાવી રહ્યાં છે. જ્યારે શહેરની મોટી હોસ્પિટલો જ્યાં આવા ગંભીર પ્રકારના દર્દીઓ છે તે તો ચાલુ જ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના વડોદરાના પ્રમુખ ડો. સંજય દવેએ જણાવ્યું કે, ‘ જિલ્લા કલેક્ટરને અમે આ સંદર્ભે મળ્યા છીએ તેમણે પણ સિસ્ટમ બંધ ન થાય તેની વાત કરી હતી અને આઇએમએ દ્વારા તેમને ટેલિફોનિક ઓપીડી ચાલુ રાખતા હોય તેવા પિડિયાટ્રિશિયન, ફિઝિશિયન્સ અને સાઇકિયાટ્રિસ્ટ્સનું લિસ્ટ આપ્યું છે. આ વિશે હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા( HBI)ના ચેરમેન ડો. પરેશ મજમુદારે જણાવ્યું કે, ‘ કોરોનાનો વાઇરસ જે રીતે ફેલાઇ રહ્યો છે તે જોતાં હોસ્પિટલોએ પણ સાવચેતીના પગલાં લીધા છે. જેને ઇમર્જન્સીમાં તબીબી-હોસ્પિટલની સારવારની જરૂર છે તેવા જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પણ પેશન્ટ્સને ટેલિફોનિક માર્ગદર્શન અાપવામાં આવી રહ્યું છે.’ આ ઉપરાંત મોટાભાગના દવાખાનાઓ-ક્લિનિકે પોતાની ઓપીડી માટે અને દર્દીઓ માટે દિવસમાં કેટલાક કલાકો નક્કી કર્યા છે જેમાં તે ટેલિફોનિક માર્ગદર્શન આપી રહ્યાં છે.

છાણી ટીપી-13 વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવનારા વેપારીએ લોકડાઉનના સમયમાં પુરતો સ્ટોક મળતો ન હોવાનું જણાવ્યું છે. જોકે હાલ તેઓ આસપાસ આવેલા પ્રોવીઝન સ્ટોર કે જેમની પાસે અનાજનો જથ્થો પડી રહ્યો હોય તેમની પાસેથી માલ લઈને વેચાણ ચાલુ રાખ્યું હોવાનું જણાવ્યું છે. ટીપી-13માં અનાજની દુકાન ધરાવનારા મેહુલ ઠક્કરે જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં મોટાભાગના કરીયાણાના વેપારી પાસે હાલ અપુરતો સ્ટોક છે. જોકે હું તેમજ છાણી વિસ્તારના અન્ય વેપારીઓ લોકડાઉનના સમયમાં જે દુકાનો બંધ છે અને જેમની પાસે અનાજનો જથ્થો પડી રહ્યો છે તે ખરીદી લઈને તેને વેચી રહ્યાં છે. જ્યારે આ સમયમાં લોકોને મદદ કરવાની ભાવના સાથે અમે નફા વગરનો ધંધો કરી રહ્યાં છે. અમારો પુરતો પ્રયાસ છે કે,લોકોને અનાજ મળી રહે. મેહુલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અનાજ નો જથ્થો લઈને દુકાન સુધી જવામાં પણ ઘણી તકલીફો પડી રહી છે. પોલીસને પાકુ બીલ બતાવીએ તો પણ તેઓ જવા દેતા નથી. બે વખત મારે માલ સાથે પાછુ ફરવાનો વારો આવ્યો હતો. તંત્રને અપીલ છે કે, વેપારીઓ પાસે પુરતા ડોક્યુમેન્ટ તેમજ બીલ હોય તો તેમને વેપાર કરવા દેવામાં આવે જેથી લોકોને મુશ્કેલી ન પડે.

પુરવઠો પહોંચતો નથી, મળી જાય તો દુકાન સુધી પહોંચતા ફાંફા પડે છે

_photocaption_કમલેશ સોલંકી*photocaption*

શહેર નજીકના ગામોથી

ગ્રાઉન્ડ રિપોર્ટ

દંતેશ્વરથી

ગ્રાઉન્ડ રિપોર્ટ

ખાનગી દવાખાનામાંથી

છાણી ટીપી-13

ગ્રાઉન્ડ રિપોર્ટ

ન્યૂ વીઆઇપી રોડ

ગ્રાઉન્ડ રિપોર્ટ

_photocaption_મેહુલ ઠક્કર, ટીપી-13*photocaption*

_photocaption_પ્રેમીલા ચૌહાણ, દંતેશ્વર*photocaption*
અન્ય સમાચારો પણ છે...