Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતંગના ધારદાર દોરાથી બે યુવાનોનાં ગળાં ચીરાઇ ગયાં
ઉત્તારાયણ પર્વના એક દિવસ પહેલા શહેરમાં વાહન પરથી પસાર થતી વેળાએ ગળામાં પતંગનો દોરો ભરાઇ જવાને કારણે સર્જાયેલા અકસ્માતે ગળાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્ને ઘાયલોને સારવાર અર્થે એસ.એસ.જી ખાતે ખસેડવામાં અાવ્યા હતા.
ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવવાનીને ઉજવણી કરવામાં અાવે છે. પરંતુ દર વર્ષે પતંગના દોરાને કારણે પક્ષીઓ અને માણસો ઘાયલ થવાની ઘટનાઓ સામે અાવતી હોય છે.સોમવારે ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા શહેરમાં બે બનાવોમાં પતંગના દોરાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે અાવ્યું હતું. એક કિસ્સામાં મુળ ગોધરાનો 35 વર્ષિય વિક્રમ પટેલ બપોરે અલવાનાકા પાસેથી પોતાની બાઇક પર પસાર થઇ રહ્યો હતો. દરમિયાન અચાનક પતંગનો દોરો તેના ગળાના સંપર્કમાં અાવતા ગળાના ભાગે ચીરો પડી ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘાયલ વિક્રમને સારવાર અર્થે 108 મારફતે એસ.એસ.જી હોસ્પીટલમાં ખસેડવામાં અાવ્યો હતો. જ્યાં સારવાર અાપી રહેલા તબિબોએ તેની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું.
બીજા કિસ્સામાં સમા રોડ પર રહેતો 32 વર્ષિય રાહુલ રતિલાલ તેના ટુ-વ્હીલર પરથી બપોરે જી.અાઇ.પી.સી.સી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન પતંગનો દોરો તેના ગળામાં ફસાઇ જતા ગળા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. યુવકને સયાજીમાં ખસેડાયો હતો.