તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Seminar Will Be Held On January 18 To Relieve Stress In The March Board Exam 075602

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચની બોર્ડ પરીક્ષામાં તણાવ દૂર કરવા 18મી જાન્યુઆરીએ સેમિનાર યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્ચ 2020ની બોર્ડ પરીક્ષામાં માનસિક તણાવ દૂર કરવા 18મી જાન્યુઆરીએ સેમિનાર યોજાશે. વિદ્યાર્થીઓ-વાલીઓની સાથે શિક્ષકોને પણ માર્ગદર્શન આપવામાં આવશે. 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસ સુધી ડીઇઓ કચેરીએ હાજર રહેનારની યાદી જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવા પ્રયાસો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. માર્ચ 2020ની ધોરણ 10 અને 12 ની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો બિનજરૂરી હાઉ દૂર થાય અને વિદ્યાર્થીઓ માનસિક તણાવથી દૂર રહી સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા આશયથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે એક દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 18મી જાન્યુઆરી શનિવારના દિવસે યજ્ઞપુરુષ સભાગૃહ, અટલાદરા ખાતે યોજાનાર સેમિનારમાં મહત્તમ વિદ્યાર્થીઓ ભાગ લે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ શાળાઓને વિદ્યાર્થીઓને સેમિનાર સ્થળ સુધી લાવવા- લઇ જવાની વ્યવસ્થા કરવાની સૂચનાઓ પણ આપી છે. વિદ્યાર્થીઓને શિક્ષકોના નેતૃત્વ અને જવાબદારી હેઠળ સેમિનારના સ્થળે મોકલવા માટે જાણ કરાઇ છે. આ સેમિનારમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહી શકશે. પરંતુ ઉપસ્થિત રહેનાર વાલીઓની શાળાદીઠ યાદી ડીઇઓ કચેરીમાં અગાઉથી જ મંજૂરી માટે મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો