તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Schools Will Have 113 Days To Teach In The First Academic Session 075700

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રમાં 113 દિવસ ભણાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાલુ વર્ષે શાળાઓમાં શૈક્ષણિક સત્ર વહેલું શરૂ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ અને બીજા સત્રના મળીને 230 દિવસ રાખવામાં આવ્યા છે. પ્રથમ સત્રમાં 113 દિવસ અને બીજા સત્રમાં 117 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે.

વર્ષ 2021 માં 1 એપ્રિલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશેે. ચાલુ વર્ષે નવા સત્રનો પ્રારંભ 20 એપ્રિલથી કરવામાં આવનાર છે જે 3 મે સુધી સત્ર ચાલશે. ત્યારબાદ 4 મેથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થનાર છે. 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને 8 જૂનથી નવા સત્રનો પ્રારંભ થશે. જૂનથી શરૂ થયેલું નવું સત્ર છેક સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. ત્યારબાદ 1 ઓક્ટોબર થી 10 ઓકટોબર સુધી પ્રથમ પરીક્ષા લેવાશે. 12 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી સત્ર ચાલશે. બાદમાં 12 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન રહશે. 3 ડિસેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. બીજું સત્ર 14 માર્ચ 2021 સુધી ચાલશે. 14 માર્ચ સુધીમાં તમામ શૈક્ષણિક કાર્ય પૂરી કરી દેવાનું રહેશે.

નવા સત્ર પૂર્વે સંભવિત એકેડેમિક કેલેન્ડર જાહેર

બીજા સત્રમાં 117 દિવસનો અભ્યાસ કરાવાશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો