તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાણીમાં Rs.1.39 કરોડના ખર્ચે રસ્તો પહોળો કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ઉત્તર સિમાડે આવેલા છાણીનો રસ્તો રૂા.1.39 કરોડના ખર્ચે પહોળો કરવાની ભલામણને મંજુરી આપવામાં આવી છે અને તેના માટે કોન્ટ્રાકટરને કામગીરી પણ સુપરત કરવામાં આવી છે.

છાણી મેઇન રોડથી ગણેશનગર થઇ છાણી પાણીની ટાંકી સુધીનો રસ્તો હાલમાં સાંકડો છે અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો-નાગરિકોને અવજવરમાં અગવડતા ભોગવવી પડી રહી છે. આ રોડને પહોળો કરવા માટે સ્થાનિક સ્તરેથી માંગણી થઇ હતી અને પાલિકાના રોડ પ્રોજેકટ વિભાગે તેના માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં, પાલિકાના અંદાજિત ભાવથી 5.04 ટકા વધુ ભાવનું રૂા.1.39 કરોડનું ટેન્ડર લોએસ્ટ રહેવા પામ્યું હતું. જે અન્વયે, છાણી મેઇન રોડથી પાણીની ટાંકી સુધીનો રસ્તો પહોળો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તેને સ્થાયી સમિતિએ મંજુરીની મહોર મારી હતી. ચાર ઝોનમાં ઝોન દીઠ રૂા.50 લાખની ખર્ચ મર્યાદામાં પથ્થર પેવીંગ, કર્બીગની કામગીરી કરાવવા વાર્ષિક ઇજારાની મુદત પૂરી થતાં ત્રણ મહિનાનો ઉમેરો કરવા સાથે ખર્ચ મર્યાદામાં ઝોન દીઠ રૂા.25 લાખનો વધારો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...