તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમર્સની વિવિધ પરીક્ષાનાં પરિણામો અટવાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુનિ. કોમર્સ ફેકલ્ટીના એમકોમ અને એફવાય બીકોમની પરીક્ષા પૂર્ણ થયાને દોઢ મહિનો પૂર્ણ થયો હોવા છતાં પણ પરિણામો જાહેર કરાયા નથી. સોમવાર 25મી ફેબ્રુઆરીથી ઇન્ટરનલ પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે હજુ સુધી કોમર્સ ફેકલ્ટીના પાંચમા સેમેસ્ટરનાં પરિણામો જાહેર કરાયાં નથી.

પરીક્ષાનાં પરિણામોને સમય મર્યાદામાં જાહેર કરી દેવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ વિલંબ થઇ રહ્યો છે. એમકોમની પરીક્ષા 15 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં પણ હજુ સુધી પરિણામો જાહેર કરાયા નથી. તેવી જ રીતે એફવાય બીકોમની પરીક્ષા 26મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં પણ પરિણામો જાહેર કરાયા નથી. 25મી ફેબ્રુઆરીથી ઇન્ટરનલ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. જોકે તેમ છતાં પણ હજુ પરિણામો જાહેર કરાયાં નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો