તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રેનેજ લાઇનના ભંગાણની મરામત 1.16 લાખમાં પડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના દક્ષિણ ઝોનમાંથી પસાર થતી ડ્રેનેજની ગ્રેવિટી લાઇનમાં પડેલા ભંગાણની મરામતનો ખર્ચો 1.16 લાખનો થતાં તેની જાણ કરતી દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી.

દર વર્ષે ડ્રેનેજની લાઇનમાં 50થી વધુ ભંગાણ પડતાં હોય છે અને તેની મરામતની કામગીરી વગર ટેન્ડરે કરાવાય છે. જેનો ખર્ચ 1 લાખથી લઇ 50 લાખ સુધીનો સરેરાશ થતો હોય છે. ડ્રેનેજ લાઇનમાં પડતા ભૂવાની મરામત તાત્કાલિક કારાવવાની થતી હોવાથી જીપીએમસીની કલમ67(3)(સી) હેઠળ મ્યુ. કમિશનરની પૂર્વ મંજૂરીથી વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટરના મન ફાવે તે ભાવે કરાવાતી હોય છે. જેના બિલની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં આૈપચારિકતા ખાતર દરખાસ્ત મૂકાતી હોય છે. આ સ્થિતિમાં પાલિકાના વહીવટી વોર્ડ 4ના વડસર તરફથી આવતી અને સુશેન પંપિંગ સ્ટેશન જતી ડ્રેનેજની મુખ્ય ગ્રેવિટી લાઇન પર સુશેન પંપિંગ સ્ટેશનની સામે ભંગાણ પડ્યુ હતુ. જેની કામગીરી વગર ટેન્ડરે કરાવાઈ હતી. તેનું બિલ રૂા.1.16 લાખનું રજૂ કરાતાં તેની મંજૂરી સ્થાયી સમિતિ પાસે લેવાઈ હતી.

મકરપુરા-સુશેન રોડ પર ભંગાણ પડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો