ડબલ મર્ડર કરનાર પ્રિયકાન્તના આજે રિમાન્ડ પૂરા થશે

Vadodara News - the remand of the double murderer will be completed today 070543

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:05 AM IST
પરિણીત પ્રેમિકા અને તેની માતાની હત્યા કરનાર પ્રેમી પ્રિયકાન્તના બુધવારે રિમાન્ડ પૂરા થતાં બાપોદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે.

આજવા રોડની સયાજીપાર્ક સોસાયટીમાં ધાબા પર સૂઇ રહેલી પ્રેમિકા પાયલ અને તેની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર પ્રિયકાન્તની પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા હતાં. બુધવારે તેના રિમાન્ડ પૂરા થતાં હોઇ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે.

પ્રિયકાન્ત ડબલ મર્ડર કરી હથિયાર ધાબા પર જ મૂકીને ફરાર થઇ ગયો હોવાથી પોલીસે તેને સ્થળ પરથી જ કબજે કર્યું હતું. આ ઉપરાંત પોલીસે તેનું બાઇક, કપડાં તેમજ મોબાઇલ પણ કબજે લીધા હતાં. તેણે હત્યામાં મિત્રની સંડોવણી હોવાની કેફિયત કરતાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય કોઇની સંડોવણી જણાઇ આવી નથી.એમ આધારભુત પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

X
Vadodara News - the remand of the double murderer will be completed today 070543

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી