• Gujarati News
  • National
  • Vadodara News The Quarantined 1500 People Will Be Monitored By The Covid 19 App 071606

ક્વોરન્ટાઇન થયેલા 1,500 લોકો પર કોવિડ-19 અેપથી ચાંપતી નજર રખાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામેની લડતના ભાગરૂપે હવે આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરેન્ટાઇન થયેલા લોકોને પોતાના ઘરની બહાર નીકળીને અન્યમાં શક્ય સંક્રમણ ફેલાવતા અટકાવવા પણ જરૂરી બન્યાં છે. આ અટકાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 નામની અેક અેપ તૈયાર કરવામાં આવી છે.

આ અેપ વડે શહેરમાં ક્વોરેન્ટાઇન થયેલા 1,500 લોકોની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ અેપને ક્વોરેન્ટાઇન થયેલા તમામના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરવામાં આવી રહી છે અેટલુ જ નહીં તેમાં તેમની માહિતી દર્શાવતું ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે. આ અેપ ઇન્સ્ટોલ થયા બાદ તેમને આરોગ્ય વિભાગની અેક વિશેષ ટીમનો કોલ મળે છે અને અેક અેસઅેમઅેસ મળે છે.

જેમાં અક્ષાંસ-રેખાંશની માહિતી ફિડ કરેલી મોકલાય છે. અેટલું જ નહીં ક્વોરેન્ટાઇન થયેલા લોકોને તેમના આરોગ્યની સ્થિતિ દર્શાવતા સવાલો દિવસમાં ત્રણ વાર પૂછવામાં આવે છે. જેના જવાબ પોતાની સેલ્ફી સાથે લોકોઅે સિસ્ટમમાં મોકલવાના હોય છે. ક્વોરેન્ટાઇન થયેલા લોકોના જવાબોને મોનિટર કરવા માટે અેક હેલ્થ સ્ટેટસની ટીમ બનાવવામાં આવી છે. જ્યાં જ્યાં મોબાઇલ લઇને ક્વોરેન્ટાઇન થયેલી વ્યક્તિ જાય ત્યાં ત્યાં તેનું લોકેશન આરોગ્ય વિભાગને મળે છે. જેથી જો કોઇ વ્યક્તિ ફોન સાથે ક્યાંય પણ જશે તો તેની જાણ તંત્રને થઇ જશે. આ વિશે પાલિકાના આઇટી વિભાગના હેડ મનીષ ભટ્ટે જણાવ્યું કે, ‘ આ તમામ બાબતો લોકોના જાહેર આરોગ્ય માટે જ છે લોકો જો ફોન મૂકીને બહાર નીકળે તો તેનો કોઇ ઉપાય નથી પણ તેમણે સહકાર આપવો જોઇઅે.’

ઘરમાં જ રહેવાની તાકીદ છતાં હોમ ક્વોરન્ટાઈનવાળા બહાર નીકળે છે

દિવસમાં ચાર વાર સવાલો પૂછવામાં આવશે

ક્વોરેન્ટાઇન થયેલા લોકોને આ અેપ મારફતે દિવસમાં ચાર વાર ફોન કરવા પડશે અને તેનો યોગ્ય જવાબ નિર્ધારિત ટીમને આપવો પડશે. આ ઉપરાંત તેમના આરોગ્યની સ્થિતિ કેવી છે તેની માહિતી પણ આપવી પડશે. જોકે હાલમાં ક્વોરેન્ટાઇન થયેલા ઘણા લોકો સિસ્ટમને સહકાર આપી રહ્યા નથી અેવું પણ જાણવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...