તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Public Shrugged Off The Knife In Public Telling The Youth To Withdraw The Case 075011

કેસ પાછો ખેંચી લેવાનું કહી યુવકને જાહેરમાં જ ચાકૂના ઘા ઝીંકી દીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સિદ્ધનાથ તળાવ નજીક ના રોડ પર બુધવારે અગાઉ કરેલો કેસ પાછો ખેંચી લેવા જણાવી બે શખ્સોએ ચાકૂના ત્રણથી ચાર ઘા ઝીંક્યા બાદ પગમાં પણ પાઇપના ફટકા મારતાં યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરુ કરી હતી.

બુધવારે સવારે 9 વાગ્યાના અરસામાં ગાજરાવાડીમાં ગોમતીપુરામાં રહેતો અલ્પેશ મહાવીર ભૈયા (ઉ.29) ફ્રુટનો માલ ભરવા ખંડેરાવ માર્કેટ પાસે ગયો હતો. તે પેન્ટર તાનાજીની ગલી નજીક ઉભો હતો ત્યારે લાલવાડી ચુનારાવાસમાં રહેતા અજય વસંત ચુનારા અને સાહિલ ચુનારા તેની નજીક આવ્યા હતા. બંનેએ અલ્પેશ સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી મારામારીનો કેસ પાછો ખેંચી લેવાનું જણાવી ઝઘડો કર્યો હતો. અજય ચુનારા ચાકૂ લઇને અલ્પેશ પર તુટી પડયો હતો અને અલ્પેશની છાતીના ભાગે, પેટના ભાગે તથા બંને બાજુ કુખના ભાગે ચાકૂના ત્રણથી ચાર ઘા ઝીંકયા હતા. સાહિલ પણ અલ્પેશ પર પાઇપ લઇને તુટી પડયો હતો અને ડાબા પગના ઘૂંટણના ભાગે પાઇપના ફટકા માર્યા હતા. લોકો ભેગા થતાં અજય અને સાહિલ ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ અલ્પેશને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

ત્રણ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો
ઇજાગ્રસ્ત હાલતમાં અલ્પેશે પોલીસને જણાવ્યું હતું કે અજય અને સાહિલે ત્રણ વર્ષ પહેલાં તેની સાથે મારામારી કરી હતી,જેથી અલ્પેશે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ કેસ હાલ કોર્ટમાં ચાલતો હોવાથી પાછો ખેંચી લેવા બંને દબાણ કરતા હતા. આની અદાવતમાં બંનેએ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...