તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Program Of Amit Shah39s Meeting In Vadodara Changed Last Minute 073651

વડોદરામાં અમિત શાહની સભાનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ બદલાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી આડે છ દિવસ બાકી રહ્યા છે અને પ્રચાર આડે ચાર દિવસ જ બાકી રહ્યા છે. આ સંજોગોમાં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની તા.19મીના રોજ સમા ખાતે સભાની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ મોડી સાંજે તેમાં ફેરફાર કરીને સભાનુ સ્થળ છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ બોડેલી ખાતે રાખવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી તા.23ના રોજ યોજાનાર છે અને ચાલુ સપ્તાહ એ પ્રચાર માટે છેલ્લુ અઠવાડિયુ છે. ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો હજુ વડોદરા સંસદીય મતવિસ્તારમાં દેખાયા નથી અને છેલ્લા ત્રણ દિવસ બાકી હશે ત્યારે પ્રચારકોને મધ્ય ગુજરાતમાં ઉતારવાની રણનીતિ ભાજપ કોંગ્રેસે અપનાવી છે. જેના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે આણંદમાં સભા કરી હતી અને તેમાં ખેડા-આણંદની સાથોસાથ વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવારને હાજર રાખવામાં આવ્યા હતા.જેના કારણે ભાજપના વડોદરાના ઉમેદવારને બુધવારે બપોરથી ફેરણીના કાર્યક્રમો સ્થગિત કરીને આણંદ જવુ પડયુ હતુ. તેવી જ રીતે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સમા ઐયપ્પા મેદાન ખાતે શુુક્રવારે તા.19મીએ સભાનુ આયોજન હાથ પર લેવાયુ હતુ અને તેના માટે ભાજપ મોવડીમંડળે પૂર્વઅભ્યાસ પણ કર્યો હતો. પરંતુ, બુધવારે મોડી સાંજે છોટાઉદેપુરના બોડેલી ખાતે અમિત શાહની સભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...