• Gujarati News
  • National
  • Vadodara News The Police Will Go To The Interest Seeker39s Home Once The Public Application Is Received For The First Time In The City 073609

શહેરમાં પહેલીવાર વ્યાજખોરો સામે લોકદરબાર અરજી મળતાં જ પોલીસ વ્યાજખોરના ઘેર જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચોટ પુરાવા હશે તો તાત્કાલિક ફરિયાદની કાર્યવાહી, અધૂરા હશે તો તપાસ કરી 7 દિવસમાં જ નિકાલ
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

લારી-ગલ્લા વાળાથી લઇને બિલ્ડરો સુધીને વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેમના પર ત્રાસ ગુજારતા વ્યાજખોરો હવે પોલીસની રડારમાં આવી ગયા છે. કારેલીબાગ, સમા, હરણી, વારસિયા, સિટી અને બાપોદ સહિત 6 પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો માટે વારસિયા જૂના આરટીઓ કચેરી સ્થિત પોલીસ સ્ટેશનમાં આગામી 16મી મેના રોજ લોકદરબાર રાખ્યો છે. આ લોકદરબારમાં વ્યાજખોરની ચૂંગલમાં ફસાયેલા લોકો અરજી અને પુરાવા લઇ જશે તો હાજર અધિકારીઓ તેની સ્ક્રૂટીની કરી પોલીસ ટીમ તાત્કાલિક વ્યાજખોરને પકડવા જશે અને એફઆઇઆર પણ નોંધશે. કોઇ કિસ્સામાં જરૂર લાગશે તો તપાસ કરી 7 દિવસમાં જ તેનો નિકાલ કરવામાં આવશે તેમ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું છે.

વધુમાં ગહલૌતે કહ્યું છે કે, શહેરમાં વ્યાજખોરોના ત્રાસની મહિનાની 20 થી વધુ ફરિયાદો મળી રહી છે. ઘણીવાર વ્યાજખોરો એટલો ત્રાસ ગુજારતા હોય છે કે લોકો સ્યૂસાઇડ કરવા સુધી પહોંચી જાય છે. ગેરકાયદે વ્યાજખોરોની પ્રવૃૃતિ નાબૂદ કરવા માટે લોક દરબાર રાખી વ્યાજખોરો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવશે. લોક દરબારમાં તેમની સાથે ડીસીપી, એસીપી, પોલીસ સ્ટેશનોના પીઆઇ, પીએસઆઇ, ડી સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીનો સ્ટાફ હાજર રહેશે. તબક્કાવાર અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારનો પણ લોકદરબાર યોજી વ્યાજખોરો સામે પગલાં ભરાશે.

ઉલ્લેખનીય છેકે, અગાઉ રાજકોટમાં પણ વ્યાજખોરો સામે લોક દરબાર યોજાતાં તેમાં 200થી વધુ લોકો આવતાં હતા. 240થી વધુ લોકો સામે ગુનો નોંધાયો હતો. વ્યાજખોરોથી ત્રસ્ત 45 લોકોએ આત્મહત્યા કરી હતી, જે ઘટીને 8 સુધી પહોંચી ગઇ છે.

એક વર્ષમાં વ્યાજખોરોના ત્રાસના કેટલા બનાવ બન્યા
જૂન 2018માં નિલેશ વૈષ્ણવ રૂા. 1.50 લાખના મુદ્દે વ્યાજખારોના ત્રાસથી સ્યૂસાઇડ નોટ લખી ઘરે જતા રહ્યા.

ન્યૂ સમા રોડ સ્વાતી સોસાયટીમાં રહેતા મેડિકલ સ્ટોર સંચાલક મહેશ રાઠોડે વ્યાજખોરોના ત્રાસથી સ્યૂસાઇડનો પ્રયાસ કર્યો હતો.

ગોરવાનો ટ્યુશન ક્લાસના સંચાલક હરીશ પરમારે 2.50 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખતા પુત્ર સાથે આપઘાત કર્યો હતો.

ધનીયાવીના હિતેશ પરમારે વ્યાજખોરથી કંટાળી પત્નીને પિયર મૂકી આવી ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

ગોત્રીના આર્યુંવેદિક તબીબ શરદ પારેખે રૂા. 6 લાખનું વ્યાજ ચૂકવી થાકી ગયો હોવાની સ્યૂસાઇડ નોટ લખી ઝેર ગટગટાવી લીધું હતું.

કરજણ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ પિનાકીન પટેલને 17 અને 19 લાખ વ્યાજે આપી એક અને સવા કરોડ લીધા બાદ પણ ત્રાસ આપતા આપઘાત કરી લીધો હતો.

હરણી-વારસિયા રીંગ રોડના આશુતોષ પરીખ પાસે ખોડલ ફાયનાન્સના વ્યાજખોર બ્રહ્મભટ્ટ બંધુઓએ રિવોલ્વરની અણીએ ઉઘરાણી કરી હતી .

ઇ-ચલણ ભરપાઇ કરવા પોલીસ વાહન ચાલકોના ઘેર જશે : 1.22 લાખ વાહન ચાલકોને 3 થી વધુ ઇ-ચલણ
વડોદરા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પોસ્ટથી ઇ-ચલણ તેમના ઘરે પહોંચાડાય છે. 1,22,415 વાહન ચાલકોને તો 3 થી વધુ ઇ-ચલણ જનરેટ થયા છે. જે પૈકી 3 થી 5 વચ્ચે 65784, 5 થી 10 વચ્ચે 50,830 , 10 થી 15 વચ્ચે 4973 અને 15 કરતા વધુ 828 વાહન ચાલકોનો સમાવેશ થાય છે. દંડની રકમ એસબીઆઇ, કારેલીબાગ ટ્રાફિક પોલીસ, ટ્રાફિક પોલીસની વેબસાઇટ અને પોલીસ કમિશ્નર કચેરી ખાતે ભરપાઇ થાય છે પરંતુ ચાલકો ઇ-ચલણની દંડની રકમ નહીં ભરતાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ શરૂ કરશે. પોલીસની ટીમો સ્થળ ઉપર તેમજ વાહન ચાલકોના ઘરે જઇ ઇ-ચલણના દંડની વસૂલાત કરશે, આરટીઓ સાથે રહી લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે તેમ ટ્રાફિક એસીપી અમીતા વાનાણીએ જણાવ્યું છે.

વડોદરા, બુધવાર, 15 મે , 2019 | 2

લોકરક્ષકને બીજા પોલીસવાળાનું સમર્થન
પોલીસ વિભાગ લાકડી શા

માટે અાપે છે, ઢોર ચરાવવા?
જૂનાગઢમાં પત્રકારો પર લાઠીચાર્જની ફેસબુક પર વિવાદિત પોસ્ટ મૂકનાર લોકરક્ષકની હેડ ક્વાર્ટરમાં બદલી કરાઇ

ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

જૂનાગઢમાં પત્રકારો પર પોલીસે કરેલા લાઠીચાર્જ સંદર્ભે ફેસબુક પર વિવાદીત પોસ્ટ મૂકનાર સિટી પોલીસ સ્ટેશનના લોકરક્ષક જી.બી. પરમારની હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ છે. આ વિવાદ ઠંડો પડે તે પહેલા જ શહેરના વધુ બે પીએસઆઇની ફેસબુક પોસ્ટ ફરતી થઇ છે. રાવપુરા મહિલા પીએસઆઇ જે.ડી. મીરની સાલુ ઇ નથી સમજાતું કે પોલીસ ડિપાર્ટમેન્ટ લાકડી ઇસ્યુ શા માટે કરે છે ? ઢોરો ચરાવવા? જ્યારે સયાજીગંજના પીએસઆઇ પરાગ ચૌધરીની આઇ સપોર્ટ તેવી પોસ્ટ લાઠીચાર્જ કરનાર પીએસઆઇ ગોસાઇની તસવીર સાથેની ફરતી થતાં વિવાદ વકર્યો છે.

લોકરક્ષક જી.બી. પરમારે લાઠીચાર્જના મામલે , હું ત્યાં હાજર હોત ને તો આ કેમેરા ને એ એની સિસ્ટમ ને એ સિસ્ટમ વારો આ ત્રણેયને ખબર પડી જાત કે શું થાય. સરકાર ગમે એની થાય ધોકા તો અમારા જ પડવાના એવી વિવાદીત પોસ્ટ ફેસબુક પર મૂકતા ભારે વિરોધ થયો હતો. જેસીપીએ તેની બદલી કરી દીધી હતી. શહેર પોલીસ તંત્રમાં સોશિયલ મિડિયા પર વોર શરૂ થઇ હોય તેમ જવાનો આઇ સપોર્ટના પ્રોફાઇલ પિકચર મૂકી રહયા છે.

સૂર્યાસ્ત (બુધવાર)

07.13 વાગે

સૂર્યોદય (ગુરુવાર)

05.59 વાગે

અન્ય સમાચારો પણ છે...