તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Pandya Brothers Came Up With A Pre Planned Conspiracy After The Concert 080130

પંડ્યા બંધુઓએ દારૂની મહેફિલ બાદ પૂર્વઆયોજિત કાવતરું પાર પાડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસની તપાસમાં હત્યારા 2 નહીં ચાર હોવાનો ઘટસ્ફોટ : સીસીટીવી ફૂટેજ મળ્યા
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

નવાબજારના નાકે કરાયેલી મયંક ટેલરની હત્યામાં નવો વળાંક આવ્યો છે. સિટી પોલીસે પંડ્યા બંધુઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં પરંતુ હત્યારા બે નહીં ચાર હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મયંક ટેલરની હત્યા કરવા માટે સમીર ઉર્ફે બંટી અને ચિરાગે પૂર્વયોજિત કાવતરું કર્યું હતું. બંને ભાઇઓએ હત્યા માટે તેના બે મિત્રોને બોલાવ્યા હતા. આ મિત્રો સાથે ગુરુવારે રાત્રે દારૂની મહેફિલ માણી હતી. દરમિયાન મયંક તેના બે મિત્રો રાજુડી અને લાલુ ટેલર સાથે નવાબજારના નાકે શંકરપાનના ગલ્લે ઉભો છે તેવી જાણ થતાં જ પંડ્યા બંધુઓ હથિયારો સાથે તેના બે સાગરીતોને લઇ ધસી આવ્યા હતા. મયંક કાંઇ સમજે તે પહેલાં જ તેને ઘેરી લઇ તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી ટોળકી ભાગી ગઇ હતી. હત્યામાં બંને ભાઇઓ જ હોવાનું મયંકના પરિચિતોને લાગ્યું હતું પરંતુ પોલીસની તપાસમાં 4 શખ્સો હોવાની કડી મળી છે. સીસીટીવી ફૂટેજમાં બંનેના સાગરીતો દેખાયા હતાે. પોલીસ એક સાગરીતની નજીક પહોંચી ગઇ હોવાનું જાણવા મળે છે. અલબત્ત, સિટી પીઆઇ સોસા અને ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ હજુ સમર્થન આપ્યું નથી. હત્યામાં અન્ય બે સાગરીતોની સંડોવણીની વાત આવી રહી છે. તપાસમાં તેને સમર્થન મળશે તો પોલીસને પૂર્વયોજિત કાવતરાની કલમનો પણ ઉમેરો કરવો પડશે.

મયંક ટેલરની હત્યામાં ચિરાગ-બંટી ઉપરાંત અન્ય 2 શખ્સની સંડોવણી
બંટી દોઢ વર્ષ જેલમાં ગયો ત્યારે ધારાની મયંક સાથે આંખ મળી
હત્યાના પ્રયાસના ગુનામાં બંટી દોઢ વર્ષ જેલમાં રહ્યો હતો. તેને પાસા પણ થઇ હતી. ત્યારે મયંકની તેના ઘરે અવરજવર રહેતી હતી. મયંક બંટીની પત્નીને આર્થિક મદદ કરતો હતો અને બંને વચ્ચે આંખ મળી ગઇ હતી. આ પ્રેમસંબંધની બંટીને જાણ થતાં મયંક સાથે દુશ્મની થઇ ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ધારાએ કહ્યું, મારે તો બંટી સાથે છૂટાછેડા જ લેવાના હતા
સિટી પોલીસે બંટીની પત્ની ધારાની પૂછતાછ કરી હતી. જેમાં ધારાએ પોલીસને જણાવ્યું કે, પતિ બંટી સાથે તેને લાંબા સમયથી અણબનાવ છે. બંટી ઘરે આવતો જ ન હતો અને ક્યારેક આવે તો તેની સાથે મારઝૂડ કરતો હતો એટલે બંટી સાથે છૂટાછેડા લેવાના હતા. અલબત્ત, મયંક સાથે પ્રેમસંબંધ અંગે તેણે કશું કહ્યું નથી તેમ સિટી પીઆઇ સોસાએ જણાવ્યું હતું.

તપાસ આડે પાટે : મયંકના કાકાનો આક્ષેપ
ધારાએ કરેલા કેસોમાં સમાધાનના 2 હજારનો હપ્તો જમા કરાવ્યો હતો
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

આરોપી ભાગતો રહે એટલું સારું... સામાન્ય રીતે આવી માનસિકતા સાથે કામ કરતી પોલીસને વોન્ટેડ પંડ્યા બંધુઓએ મયંક ટેલરની જાહેરમાં હત્યા કરતાં લપડાક પડી છે. પંડ્યા બંધુઓ વોન્ટેડ હોવા છતાં મંગળબજાર અને નવાબજારમાં ખુલ્લેઆમ ફરતા હતા. સ્થાનિક સિટી પોલીસનો સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલો પણ તેનાથી અજાણ ન હતા. વેપારીઓ પાસેથી પંડ્યા બંધુઓ ખંડણી ઉઘરાવતા હતા અને મયંક તેમની જ ઉઘરાણીનું કામ કરતો હતો. બંટીની પત્ની ધારા સાથે આડા સંબંધની શંકાથી મયંક સાથે દુશ્મની ઉભી થઇ હતી.

મયંકની હત્યા પાછળ ધારાના એકાઉન્ટમાં મયંકે રૂા. 2 હજાર જમા કરાવ્યા હોવાનું કારણ પોલીસ જણાવી રહી છે. મયંકના કાકા રાજેશ ટેલરે કહ્યું કે, બંટી અને ચિરાગ મયંકને તેમની સાથે લેવા દબાણ કરતા હતા. તેમને સરન્ડર ન થયો એટલે હત્યા કરી છે. ધારાના ખાતામાં રૂા. 2 હજાર જમા કરાવ્યા હતા એ પ્રેમસંબંધના નહીં, ધારાએ ત્રણ વર્ષ પહેલા મયંક પર 3 કેસ કર્યા હતાં. જે કોર્ટમાં ચાલવા પર આવ્યા છે. દરેક કેસમાં સમાધાન માટે 5 હજાર મુજબ 15 હજાર આપવાનું નક્કી થયું હતું. તેના હપ્તાના ભાગરૂપે 2 હજાર આપ્યા હતા. બેંક ખાતામાં જમા કરાવવાનો હેતુ એ જ હતો કે રેકોર્ડ રહે.

અન્ય સમાચારો પણ છે...