• Gujarati News
  • National
  • Vadodara News The Number Of Thefts Has Dropped In The Last Two Years But Old Thieves Do Not Get Caught 074642

છેલ્લાં બે વર્ષમાં ચોરીઓનું પ્રમાણ ઘટ્યું, પણ જૂના ચોર પકડાતા નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં છેલ્લાં બે વર્ષમાં દિવસ અને રાત દરમિયાન થતી ઘરફોડ ચોરીઓનો આંક ઘટાડવામાં પોલીસને સફળતા મળી છે પણ તેની સામે વણઉકેલાયેલા ગુના યથાવત્ રહ્યા છે. વર્ષ 2019માં શહેરમાં ચોરીના 765 ગુના નોંધાયા હતા, જેની સામે માત્ર 275 ચોરીનો જ ભેદ ઉકેલાયો છે. ચોરીના બનાવો ટાળવા માટે પોલીસે હવે તસ્કરોની મોડસ ઓપરેન્ડીના આધારે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તસ્કરોએ મોડી રાત્રે અઢી વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય સાચવતાં પોલીસે પણ હવે મળસકે પેટ્રોલિંગ વધાર્યું છે.

શહેરમાં 2018ના વર્ષમાં દિવસે ચોરી થવાના 31 બનાવો બન્યા હતા, જેની સામે 11 ચોરી ઉકેલી શકાઇ હતી, જ્યારે રાતના સમયે 300 ઘરફોડ ચોરી થઇ હતી, જેની સામે માત્ર 93 ચોરીનો જ ઉકેલ શોધાયો હતો. બીજી તરફ 2018ની સરખામણીએ 2019માં ચોરીઓનું પ્રમાણ ઘટ્યું હતું પણ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને ઝાઝી સફળતા મળી નથી. 2019માં દિવસ દરમિયાન 27 ચોરી થઇ હતી, જેમાં 12 ચોરી શોધી શકાઇ હતી પણ રાતે 261 ઘરફોડ ચોરી થઇ હતી, જેમાં માત્ર 57 ચોરીનો જ ભેદ ઉકેલાયો હતો. આંકડાઓ જોતાં 2018માં 542 ચોરી અને 2019ના વર્ષમાં 490 ચોરીનો ભેદ ઉકેલી શકાયો નથી. આ ઉપરાંત 2019માં લૂંટના 47 બનાવો બન્યા હતા, જેમાં 37 બનાવો ઉકેલાયા હતા, જ્યારે 2018માં 98માંથી 49 લૂંટના ગુના ઉકેલાયા હતા. 2018ના વર્ષ કરતાં 2019માં ચોરી અને લૂંટના બનાવોમાં ખાસ્સો ઘટાડો થયો હતો પણ વણઉકેલાયેલા ગુનાનો ગ્રાફ પણ ઊંચો રહ્યો છે.

ચોરીના બનાવોને ટાળવા પોલીસે રાતનું પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવ્યું છે. તસ્કરો મોટેભાગે રાત્રે અઢી વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો સમય પસંદ કરતા હોવાનું જણાતાં પોલીસે હવે પેટ્રોલિંગનો સમય પણ ચેન્જ કર્યો છે. પોલીસ હવે મળસકે પેટ્રોલિંગ પર વધુ ભાર મૂકી રહી છે. સિકલીગર ગેંગના એક-બે તસ્કર ઝડપાય તો ઘણા ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે.

સિકલીગર ગેંગ ફોન ઘરે મૂકી ચોરી કરવા જાય છે

} સિકલીગર ગેંગ ચોરી કરવા નીકળે ત્યારે તમામ સાગરીતો ફોન ઘેર જ મૂકીને જાય છે

} ચોરીની ઘટના બાદ પોલીસ મોબાઇલ ફોનના લોકેશનની તપાસ કરે તો કંઇ મળતું નથી

} આ ગેંગ મોટાભાગે નકૂચા અને ઇન્ટરલોક પળવારમાં તોડી નાખે છે

} સિકલીગર ગેંગે ચોરીનો સમય બદલતાં પોલીસે પણ હવે રાત્રે 12થી 6ના ગાળામાં પેટ્રોલિંગનો સમય કરી નાખ્યો

ચોરીના ગુનામાં સંકળાયેલી સિકલીગર ગેંગને પકડવા એક્શન પ્લાન

શહેરમાં ચોરીને ડામવા માટે પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવાયું છે. તસ્કરો સમયમાં ફેરફાર કરતા હોવાનું જણાતાં તે પ્રમાણે પેટ્રોલિંગ કરવા સૂચના અપાઇ છે. ચોરીના બનાવોમાં મુખ્યત્વે સિકલીગર ગેંગની સંડોવણી જણાઇ છે અને થોડા સમય પહેલાં સિકલીગર ગેંગના 2 રીઢા તસ્કરોને પકડી લેવાતાં 7થી વધુ ગુના ઉકેલાયા છે અને એક સપ્તાહથી ચોરીના બનાવોમા પણ ઘટાડો નોંધાયો છે. ચોરીના ગુના ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી ચૌહાણના સુપરવિઝનમાં એક ટીમ કામ કરી રહી છે અને તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને પણ સૂચના આપવામાં આવી છે. > અનુપમસિંહ ગહલૌત, પોલીસ કમિશનર

2019માં નોંધાયેલા ચોરીના 765 ગુનાની સામે માત્ર 275 ગુના ઉકેલવામાં સફળતા મળી

શિફ્ટ ચેન્જ / તસ્કરોએ ચોરીનો સમય બદલ્યો તો તે િહસાબે પોલીસે પેટ્રોલિંગનો ગાળો ચેન્જ કર્યો
અન્ય સમાચારો પણ છે...