Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીજા િદવસે પણ ઠંડીનો પારો 100 : આજે પણ તીવ્રતા રહેશે
છેલ્લા ત્રણચાર દિવસને બાદ કરતાં શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવાર બાદ શુક્રવારે સતત બીજા દિવસે ઠંડીનો પારો 10.2 ડિગ્રી રહ્યો હતો.
શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતું. શુક્રવારે વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા અને મોડી સાંજે 41 ટકા નોંધવામાં અાવ્યું હતું. પશ્ચિમ તરફે વાતા પવનની ગતિ 20 કિ.મી પ્રતિકલાક નોંધવામાં અાવી હતી. ઉત્તર ભારતમાં બરફ વર્ષાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હોવાનું નિષ્ણાત માની રહ્યા છે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલ જણાવ્યા પ્રમાણે, શનિવારે પણ શહેરમાં ઠંડીની સ્થિતિ યથાવત્ રહે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. શનિવારે શહેરનું લઘતમ તાપમાન 10.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાશે. અાગામી બે દિવસમાં વાદળછાયું વાતાવરણ સર્જાય તો નવાઇ નહીં. જોકે ઉત્તરાયણ પર્વ બાદ શહેરમાં પુન: ઠંડી વધશે. શુક્રવારે સવારે 9 વાગ્યાના સુમારે જાંબુઆ બ્રિજ પાસે એક યુવકની લાશ મળી આવી હતી. અતિશય ઠંડીને લીધે તેનું મોત નિપજ્યું હતું.