• Gujarati News
  • National
  • Vadodara News The Napas Students Of The 2012 Unnecessary Mercy Trial Were Stuck In The University 072643

યુનિ.માં 2012ના નપાસ વિદ્યાર્થીઓને મર્સી ટ્રાયલની જાણ ન કરાતાં અટવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાં 2012ની સાલમાં પરીક્ષામાં પાસ નહિ થયેલા અને ત્યારબાદ આપવામાં આવતી છ તકોમાં પણ પાસ નહિ થનાર વિદ્યાર્થીઓને છેલ્લી તક સમાન મર્સી ટ્રાયલ લેવાનું નક્કી કરાયું છે. તાજેતરમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં આવા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવા માટે મંજૂરી તો અપાઇ છે પરંતુ જે વિદ્યાર્થીઓ રહી ગયા છે તેમને આ અંગે કોઇ જાણકારી નથી.

2012માં પરીક્ષામાં ઉત્તીર્ણ નહિ થઇ શકનાર વિદ્યાર્થીઓને બાદમાં પણ છ તક આપી હતી. ત્યાર બાદ પણ જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ નથી કરી શકયા તેમને નવા કોર્સમાં નવેસરની પરીક્ષા આપવાની હતી. જોકે તેમાંથી ઘણા વિદ્યાર્થીઓઅે જૂની ટ્રાયલની પરીક્ષા બાદ પરીક્ષા આપવાનું જ છોડી દીધું હતું. આવા વિદ્યાર્થીઓને જૂના અભ્યાસક્રમ પ્રમાણે વધુ એક તક આપવાનું નક્કી કરાયું હતું. જોકે અચાનક જ તેની જાહેરાત કરતાં માત્ર અમુક વિદ્યાર્થીઓને જ આ અંગે જાણકારી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવનાર છે તેની ખબર નથી. અધ્યાપકોને પણ માત્ર મૈખિક સૂચનાઓ આપી છે. અધ્યાપકોઅે જૂનો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલ શોધવાની કવાયત હાથ ધરી છે. જેથી છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...