તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News The Municipality Showed The Container On Paper Nothing Was Found On The Spot 080028

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ કાગળ પર કન્ટેનર બતાવ્યું, સ્થળ પર કશું ન મળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા સર્વેક્ષણ માટે પાલિકાએ રજૂ કરેલા દાવાની ચકાસણી માટે ત્રણ જુદી જુદી ટીમ વડોદરા આવી ગઇ છે અને બે દિવસથી રિક્શા તેમજ બાઇક પર બેસીને તપાસણી કરી રહી છે. જેમાં, પશ્ચિમ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સ પાસે કન્ટેનરના ઉલ્લેખ બાદ પણ ત્યાં કન્ટેનર ન મળતાં તેની નોંધ કરી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2020 માટે પાલિકાએ ગંભીરતા દાખવી નથી. જોકે, ડોક્યુમેન્ટેશનના આધારે પ્રથમ ક્વાર્ટરમાં 21મો અને બીજા ક્વાર્ટરમાં ચોથો નંબર વડોદરાને મળ્યો છે. ચોથા તબક્કામાં સાચી પરિસ્થિતિનો ક્યાસ મેળવવા માટે કેન્દ્રની ટીમ વડોદરા આવી પહોંચી છે. આ ટીમો પોતાની રીતે મોબાઇલમાં જીપીએસ લોકેટરના આધારે સ્થળો પર પહોંચી રહી છે અને તેના માટે પાલિકાના કે સરકારના કોઇ વાહનનો ઉપયોગ કરી રહી નથી. આ ટીમના સભ્યો પોતાની રીતે ઓટો ભાડે કરીને જીપીએસના લોકેટર પરથી સ્થળનું નામ રિક્શાચાલકને કહી રહ્યા છે તો કોઇ સભ્ય બાઇક પર ફરીને સ્વચ્છતાની સમીક્ષા કરી રહ્યા છે.

ફરી વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર વર્તાશે
ઠંડીનો પારો 12.40 થતાં રાહત, 2 દિવસ વાદળિયા માહોલની વકી
વેધર રિપોર્ટર.વડોદરા

શનિવારે શહેરના લધુત્તમ તાપમાનમાં 2.2 ડિગ્રીનો વધારો નોંધવામાં અાવ્યો હતો. જેને કારણે શહેરવાસીઓને છેલ્લા 3 દિવસથી કકડતી ઠંડીમાંથી અાંશિક રાહત મળી હતી. શનિવારે શહેરના લધુત્તમ તાપમાન 12.4 ડિગ્રી રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું.

શનિવારે શહેરની હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા નોંધવામાં અાવ્યું હતું. પશ્ચિમ તરફે વાતા પવનની ગતી 12 કિમી પ્રતિ કલાક નોંધવામાં અાવી હતી. હવામાન શાસ્ત્રીના મતે વેસ્ટર્ન ડિસ્ટબર્નસના કારણે રવિવાર બાદ શહેરના વાતાવરણમાં ટુંકા ગાળા માટે વરસાદી માહોલ જોવા મળી શકે છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. વેસ્ટર્ન ડિસ્ટબર્નસના કારણે હવામાનમાં અચાનક ફેરફાર થશે તેવું મનાઇ રહ્યું છે. અાગામી બે દિવસ સુધી શહેરમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. જો કે બે-ત્રણ દિવસ બાદ પુન: શહેરમાં ઠંડી પરત ફરશે. અત્યાર સુધી ઉત્તર ભારતમાં બરફ વર્ષા થવાને કારણે શહેરમાં ઠંડી પડી હતી.

બીજી વાર ટેન્ડર મંગાવવાં પડયાં
વરસાદી ગટરની જાળી- ફ્રેમ પાછળ 91.17 લાખનો ખર્ચ
ઇન્ફ્રા રિર્પોટર.વડોદરા

શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ગટરની જાળી,મેનહોલ કવર સહિતની સામગ્રી માટે રૂા.91.17 લાખનો ખર્ચ કરવાની ભલામણને મંજુર કરવામાં આવી છે.

પાલિકાની વિવિધ વોર્ડ કચેરીના વિસ્તાર માટે વાર્ષિક ઇજારાથી એસએફઆરસી મેનહોલ કવર તથા એસએફઆરસી વરસાદી ગટરની જાળી અને તેને સંલગ્ન ફ્રેમ ખરીદ કરવા માટે ટેન્ડર મંગાવ્યા હતા. પાલિકાના સેન્ટ્રલ સ્ટોર તરફથી આ મામલે કરાયેલા પહેલા પ્રયત્નમાં કોઇ પ્રતિસાદ મળ્યો ન હતો અને તેના કારણે બીજી વખત ટેન્ડર મંગાવ્યા હતા.

પાલિકાના રૂા.91.41 લાખના અંદાજ સામે બીજા પ્રયત્ને રૂા.91.17 લાખનું ટેન્ડર આવ્યું હતું. પાલિકાના અંદાજ કરતાં 0.26 ટકા ઓછા ભાવનું ટેન્ડર આવતા તેને મંજુરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું અને સ્થાયી સમિતિએ તેના પર પ્રાથમિક ચર્ચા કરીને બહાલી આપતો ઠરાવ કર્યો હતો. ગટરની જાળી અને ફ્રેમ માટે પાલિકા દ્વારા 91 લાખનો ખર્ચ કરવામાં આવશે.

13મીથી જાહેરનામાનો અમલ શરૂ થશે
ઉત્તરાયણ નિમિત્તે ચાર દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર
ક્રાઇમ રિપોર્ટર, વડોદરા

ઉત્તરાયણ નિમિત્તે શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી 13 અને 14 તારીખ દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કર્યાે છે.

પોલીસના જાહેરનામા મુજબ બે દિવસ દરમિયાન લહેરીપુરા દરવાજાથી માંડવી, ગેંડીગેટ દરવાજાથી માંડવી, પાણીગેટ દરવાજાથી માંડવી અને ચાંપાનેર દરવાજાથી માંડવી સહિતના વિસ્તારોમાં તમામ પ્રકારનાં વાહનો માટે નો પાર્કિંગ રહેશે. આ ઉપરાંત માંડવી ચાર દરવાજા વિસ્તારમાં તમામ પ્રકારનાં વાહનો માટે , રાવપુરા રોડ પર ફોર વ્હીલર વાહનો માટે, સંગમ રોડ પર ટુ વ્હીલર માટે, હરણખાના રોડ પર ટુ વ્હીલર માટે તથા ઓપી રોડ પર ભારદારી વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું છે.

શહેરના માંડવીથી ગેંડીગટ દરવાજા સુધીના પતંગ બજારમાં લોકો ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. તેમાંય છેલ્લા 2 દિવસમાં ભારે ભીડ રહેતી હોવાથી પોલીસ દ્વારા નો પાર્કિ઼ગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો