તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Municipality In The Kishanwadi Area Will Place Drainage Lines At A Cost Of 197 Crore 040146

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિશનવાડી વિસ્તારમાં પાલિકા 1.97 કરોડના ખર્ચે ડ્રેેનેજ લાઇન નાંખશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના કિશનવાડી વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યામાંથી 25 હજાર નાગરિકોને ઉગારવા માટે આખરે પાલિકાએ રૂા.1.97 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન નાંખવા માટે કવાયત આદરી છે અને તેના માટે મંજુરી આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ છે.

પાલિકાના પૂર્વ ઝોનના વહીવટી વોર્ડ નંબર 9માં આવેલ સુપર બેકરી ત્રણ રસ્તાથી કુતરાવાડી કાંસ તરફની ડ્રેનેજ લાઇન વર્ષો જૂની છે. આ ડ્રેનેજ લાઇનમાં ક્ષમતા કરતાં વધુ મલિન જળનુ વહન થઇ રહ્યું છે અને તેના કારણે રામફળિયુ,ગધેડા માર્કેટ ચાર રસ્તા અને ઝંડા ચોક ખાતે એક દાયકા કરતાં પણ વધુ સમયથી ટેમ્પરરી પંપ મૂકીને તેને ઉલેચવામાં આવી રહ્યુ છે.

જેમાં,રામફળિયામાં ડ્રેનેજ લાઇનનુ મેન હોલ બેસી ગયુ હોવાથી અપસ્ટ્રીમ(ઉપરવાસ)ના ભાગમાં ઓવરફલોની પેચીદી સમસ્યા ઉભી થતાં ત્યાં પંપ મૂકાયા હતા.જયારે, ઝંડા ચોક અને ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેની ડાઉનસ્ટ્રીમ(નીચાણવાળો વિસ્તાર)ની લાઇન ચાલુ ન થવાથી ત્યાં ટેમ્પરરી પંપ મૂકાયા હતા.

આ વિસ્તારની ડ્રેનેજ લાઇન બંધ થવાથી 15થી વધુ સોસાયટી-ફળિયામાં ડ્રેનેજનો ગંભીર પ્રશ્ન ઉભો થયો હતો અને તેને લઇને પાલિકામાં છાશવારે મોરચા આવ્યા હતા અને કાઉન્સિલરોના ઘેરાવો પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો