તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાતાપીએ અાપેલો નોટિસનો જવાબ મહાપાલિકાએ છુપાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસ્યા વડોદરાવાસીઓના હક્કનુ પાણી રાઇડ માટે વાપરનાર અતાપી થીમપાર્કના સંચાલકોએ પાણીના જોડાણ મામલે પાલિકાની નોટિસનો જવાબ આપવાની શનિવારે તસ્દી લીધી હતી પણ પાલિકાના સત્તાધીશો જવાબમાં શું અાવ્યું તે માહિતી છુપાવી રહ્યા છે.

સાત મહિના સુધી ગંદુ પાણી પીનારા શહેરીજનોને બે મહિનાથી ઓછા પ્રેસરથી પાણી મળી રહ્યું હતું. આ સંજોગોમાં, પાલિકાની જમીન અને ગુજરાત ટુરિઝમની ગ્રાન્ટ પર નિર્ભર અતાપી થીમપાર્કના સંચાલકોએ છ ઇંચનું જોડાણ પાણી માટે લીધુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને તેમાંથી રોજ 20 લાખ લિટર પાણી લેવાતુ હતુ. જેના પગલે, પાલિકાના સત્તાધીશોએ નોટિસ અાપ્યાની મુદત પૂરી થયા બાદ તેનો જવાબ શું આવ્યો છે તેની માહિતી અાપવા તસ્દી લેવાઇ નથી. પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે જે સમયે કરેલા કરાર મુજબ ગાર્ડનની નિભાવણી માટે પાલિકાએ પાણી આપવાનું હતું પણ અન્ય પ્રવૃતિ માટે કોર્મશિયલ દરે વસૂલાત કરવાનુ નક્કી કરાયુ હતુ. પરંતુ, આજદિન સુધી પાલિકાએ પાણીબિલ આપ્યા નથી. નવાઇની વાત તો એવી છે કે, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે પાણીદરની વસૂલાત કરવા માટે પાણી પુરવઠા વિભાગને જાણ સુધ્ધા કરી નથી અને તેને સમર્થન પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાએ આપ્યું છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગે ગેરકાયદે જોડાણો દંડ લઇને કાયદેસર કરી આપવા માટે નીતિ અમલમાં મૂકી છે ત્યારે તેના ઓથા હેઠળ અતાપીના સંચાલકોને અપાવવા માટે ચોક્કસ જૂથ ધમપછાડા કરી રહ્યું છે.

સંજય અને સ્મિત શાહને પોલીસનું સમન્સ
આતાપી વન્ડર લેન્ડમાં બાળક ડૂબી જવાની ઘટનામાં પોલીસે ખોટા પુરાવા ઉભા કરનાર જનરલ મેનેજર સહિત 5 કર્મચારીની ધરપકડ કર્યા બાદ આતાપીના સીએમડી સંજય શાહ અને ડાયરેક્ટર સ્મીત શાહને પૂછતાછ કરવા સમન્સ મોકલ્યું છે જ્યારે ડાયરેક્ટર બિંદિયા શાહની પણ પૂછપરછ કરાશે. સંજય શાહ સામે પાવાગઢ પોલીસમાં ગુનો નોંધાયો છે. શિવરાજપુરની માઇન્સમાં શ્રમિક મહિલાના મોતના મામલે નોંધાયેલા ગુનામાં સંજય શાહ વોન્ટેડ હોવાથી પંચમહાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...