તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીને લેવા ગયેલા જમાઈને સાસુ અને સાળાએ માર માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | આજવા રોડ પર ચાચા નહેરુનગરમાં પત્નીને લેવા ગયેલા જમાઈને સાસરિયાંએ માર મારતાં જમાઈને ગંભીર ઇજા પહોંચી હતી.

સલાટવાડાના એકતાનગર રેનબસેરામાં 44 વર્ષના રવિભાઈ તેલંગ રહે છે. પ્રથમ પત્નીનું અવસાન થતાં તેઓએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. 18મી તારીખે રવિભાઈ પત્નીને લેવા આજવા રોડ પર ચાચા નહેરુનગરમાં પિયર ખાતે ગયા હતા. જ્યાં રવિભાઈનાં સાસુ રાધાબેને તું અહીંયાં કેમ આવ્યો છે, કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન ત્યાં આવી પહોંચેલા સાળા વિશાલ કહારે રવિભાઈને મોઢા પર ફેંટો મારી હતી. તદુપરાંત બીજા સાળા કિરણે લાકડી વડે માર માર્યો હતો. તેઓને ગંભીર ઇજા પહોંચતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાપોદ પોલીસે તપાસ શરૂ કરી છે.
અન્ય સમાચારો પણ છે...