તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News The Megha Event Sponsored By Divyang Sakhi Easy Education Amp Cherry Trust 080006

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિ.ટ્રસ્ટના ઉપક્રમે મેઘા ઇવેન્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા.12 જાન્યુઆરીના રોજ બપોરે 2.30 કલાક થી 5.30 કલાકે ઝાંસી કી રાની ગ્રાઉન્ડ, ઝાંસી કી રાની સર્કલ, સુભાનપુરા ખાતે દિવ્યાંગ ભાઇ-બહેનો માટે મેઘા ઇવેન્ટનું આયોજન કરાયું છે. દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમનદીપ કૌર જણાવ્યું હતું કે વડોદરા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ભાઇ-બહેનોમાં રહેલી ગીત-સંગીત, ફેશન શો, ચિત્રકલા, વકતૃત, અભિનય જેવી સ્કીલ અને યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડી તેમનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી તે શક્તિઓને આવકનો સ્તોત્ર બનાવી શકે તે હેતુથી વડોદરામાં મેઘા ઇવેન્ટસનું આયોજન કરાયું છે.

રૂઝવેલ્ટ હાઇસ્કૂલમાં રમતોત્સવ યોજાયો
વાઘોડિયા રોડ, વડોદરા ખાતે, રૂઝવેલ્ટ હાઇસ્કૂલ ખાતે તા.11 જાન્યુઆરીને શનિવારના રોજ શાળાના બાલ મંદિર, પ્રાથમિક, મા.વિભાગ, ઉ.મા.વિભાગનો શિયાળુ રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

નૂતન પબ્લિક સ્કૂલમાં વડોદરા શહેર શાળા સંચાલક મંડળની સભા યોજાશે
વડોદરા શહેર શાળા સંચાલક મંડળની સામાન્ય સભા તા.16 જાન્યુઆરીને ગુરૂવારને 2020ના રોજ સાંજે 5.30 કલાકે નૂતન પબ્લિક સ્કૂલ, એસ્સાર પેટ્રોલ પંપની સામે, સમા તળાવ પાસે, સમા-સાવીલ રોડ, વડોદરા ખાતે યોજાનાર છે. એમ મંડળના મહામંત્રી મુકંુદલાલ ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે. આ સભામાં સંસ્થાના બંધારણમાં સુધારાઓ અંગે જરૂરી ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવશે તથા મંડળના કાર્યવાહક મંડળની રચના કરી તેને બહાલી આપવામાં આવશે.

આજે વડીલ એસો. દ્વારા ગીત-સંગીત યોજાશે
સિનિયર સિટિઝન્સ એસોસિએશન, જનોડવાડી કેન્દ્રના ઉપક્રમે તા.12 જાન્યુઆરીને રવિવારને 2020ના રોજ સાંજે 5.30 કલાકે સંસ્થાના સભ્યશ્રીઓ દ્વારા ગીત-સંગીત-મિમિક્રીનો કાર્યક્રમ 11, ભવાની સોસાયટી, પાણીની ટાંકી સામે, કારેલીબાગ, વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.

રેવા લોજ થિયોસોફિકલ સોસાયટી દ્વારા નાગરવાડા ખાતે ‘ક્વોન્ટમ થિયરિ’ વિષય પર પ્રવચન યોજાશે
રેવા લોજ થિયોસોફિકલ સોસાયટી દ્વારા તા.12 જાન્યુઆરીને રવિવારને 2020ના રોજ સવારે 9.30 કલાકે રેવો લોજ થિયોસોફિકલ સોસાયટી, નાગરવાડા, વડોદરા ખાતે ડો. કિરણ શિંગ્લોત દ્વારા ‘ક્વોન્ટમ થિયરી’ વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રેફાઇટ કમ્પાઉન્ડ ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાશે
આજે અધ્યાત્મ વિજ્ઞાની સ્વામી કમલેશાનંદજીનો સત્સંગ કાર્યક્રમ તા.12 જાન્યુઆરીને રવિવારને 2020ના રોજ બપોરે 3.30 કલાકે દાદા ભગવાન મંદિર, ગ્રેફાઇટ કમ્પાઉન્ડ, જોસેફ સ્કૂલ આગળ, છાણી રોડ, વડોદરા ખાતે રાખવામાં આવેલ છે. જેનો અનેક ભાવિક ભક્તો લાભ લેનાર છે.

ગુજરાત રાજપૂત હિત વર્ધક મંડળ દ્વારા ભીષ્મ પિતામહ એવોર્ડ એનાયત કરાયો
સમગ્ર ગુજરાત રાજપૂત સમાજની સંસ્થાઓનું સંમેલન ગુજરાત રાજપૂત હિત વર્ધક મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં વડોદરા રાજપૂત યુવા એસોસિએશનના અગ્રણી વિક્રમસિંહ મહારાઉલનું ભીષ્મ પિતામહ એવોર્ડ એનાયત કરી સન્માન કિશનસિંહ પરમાર, પ્રવિણસિંહ રણા ,કમલેશ રા ઉલજી, નરેન્દ્રસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ રાઠોડ, નરેશસિંહ ઝાલા વગેરેની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

બ્ર.કુ. અટલાદરા દ્વારા ફ્રી ધ્યાન યોગ શિબિર
સંસ્થાના આત્મચિંતન ભવનમાં બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા તા.21 જૂન 2019 થી તા.21 જૂન 2020 સુધીના દર સોમવારે સાંજે 6.30 થી 8.30 કલાકે તન અને મનની તંદુરસ્તી માટે ધ્યાન-યોગશિબિરનું આયોજન કરેલ છે. આ શિબિર યોગાચાર્ય હરિશભાઇ વૈદ્ય દ્વારા સંચાલિત રહેશે. યોગયુક્ત, રોગમુક્ત, સંપૂર્ણ નિરોગી અને સંપૂર્ણ વ્યસન મુક્ત બનાવવાના અભિયાનના ઉપક્રમે આ શિબિરનું આયોજન કરાયું છે.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વાર્ષિકોત્સવ
શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વડીલ પરિવારના 20મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

ગજ્જર સુથાર સમાજ, ગુજરાતની 13મા સમૂહ લગ્નના આયોજન અંગેે બેઠક મળી
ગજ્જર સુથાર સમાજ, ગુજરાતનો 13મો સમૂહ લગ્નોત્સવ તા.9 ફેબ્રુઆરીને રવિવારના રોજ ધર્મજ જલારામ મંદિર ખાતે યોજવામાં આવ્યો છે. તેના આયોજન અંગે રાજ્યસ્તરીય બેઠક ઠાકોર મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકનો પ્રાંરભ જયશ્રીબેન ગજ્જર અને મિનાક્ષીબેન મિસ્ત્રીએ દિપ પ્રાગ્ટયથી કરાવ્યો. સાથે રચનાબેન, જાગૃતિબેન, ઉર્મિલાબેન, વસુબેન પદમાબેન, નિકિતાબેન તથા જ્યોતિબેન સહિત મહિલા પાંખની બહેનો દ્વશ્યમાન થાય છે. બેઠકમાં રાજ્યભરમાંથી સમાજના અગ્રણીઓ અને મહિલા પાંખની બહેનો ઉપસ્થિત રહી હતી. બેઠકમાં 16 યુગલોને ચીજવસ્તુ અને ભેટ સોગાદોની નૌંધણી કરવામાં આવી હતી. સ્થળ પર મેરેજ નોંધણી અને કુવરબાઇનું મોમેરૂં સાતફેરા કુમકુમ પગલાની સહાય મેળવવાની સમીક્ષા કરવામાં આવી હતી.

78મા વર્ષ જુલૂસે ઇદે રિફાઇયાનું આયોજન
ખાનકાહે અહલે સુન્નતના વર્તમાન ગાદી પતિ સૈયદ મોઇ નુદિન કાદરીના વડપણ મા જુલૂસે ઇદે રિફાઇયા તા.12 જાન્યુઆરીને રવિવારને 2020ના રોજ બપોરે 3.00 કલાકે અસ્તાને-અઝીમે મીલ્લત મેમણ કોલોની થી શાનદાર, કાદરી જુલૂસે ઇદે રિફાઇયા નીકળશે જે શહેરના રાજમાર્ગો અને શેરીઓમાં થઇને કુરૈશ મોહલ્લા-કાદરી ચોકમાં પહોંચશે, ત્યારબાદ, હલ્કે ઝીક્ર-સિલસિલ-એ-રિફાઇયા થશે.

‘ટી સ્પૂન ઓફ ચેન્જ ટુ ટ્રાન્સફોર્મ ધ વર્લ્ડ’ની રજૂઆત
ટીઇડીએક્સ યુથ પોદ્દાર વર્લ્ડ સ્કૂલ, સમા દ્વારા તા.29 ડિસેમ્બરને રવિવારને 2019ના રોજ વિશ્વના તેજસ્વી વિચારકો અને કર્તાઓ જેમાં શ્રેયા રાવ(મિસ ઇન્ડિયા રનર અપ), પરિશી કનુગા(અમેરિકાથી), વિવકે (આઇએએસ ઓફિસર), પિન્કી બેહરુસ, આરઝુ શાહ, મધુ લખનન, જય કબીર, કમલનીત સિંઘ, ક્ષિતિજ બેન્કર, શ્વેતા ધીમન (સમા ખાતે આવેલ પોદ્દાર વર્લ્ડ સ્કૂલની વિદ્યાર્થીની)એવા 10 સ્પિકરોએ પોતાના વિચારોની ‘ટી સ્પૂન ઓફ ચેન્જ ટુ ટ્રાન્સફોર્મ ધ વર્લ્ડ’ રજૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો પર ઉપસ્થિત રહ્યા હતા.

નગર પ્રાથમિક સ્કૂલ ખાતે નોટો-ચોપડાનું વિતરણ
પૂ.વ્રજરાજ મહોદયની ઉપસ્થિતમાં VYO નોર્થઝોન મહિલાવીંગ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે કારેલીબાગ ખાતે નગર પ્રાથમિક સ્કૂલમાં 250 બાળકોને તલની ચીકી, મમરાના લાડું, લંચ બોક્સ, ડ્રોઇંગ બુક, નોટો-ચોપડાનું વિતરણ કરાયું હતું.

આજે નિઃશુલ્ક ન્યુરોલોજિકલ નિદાન કેમ્પનું આયોજન
પેરાલીસીસ, સાયેટીકા, કમ્મરની ગાદી ઘસાઇ ગઇ હોય, નસોને લગતા રોગો, હાથ-પગમાં ઝનઝનાટી આવતી હોય, કાનની બહેરાશ વધતી હોય, આંખોની દ્રષ્ટિ ઝાંખી પડતી હોય આવા તમામ ન્યુરોલોજિકલ પેશન્ટને નિષ્ણાત ડોકટર્સ દ્વારા ફ્રી તાપસ અને નિદાન દરરોજ સવારે 8.30 થી 12.30 કલાકે અને સાંજે 4.00 થી 7.30 કલાકે વિઠલાણી ફિઝીયોથેરાપી સેન્ટર, કુંજ પ્લાઝા, રાજમહેલ રોડ ખાતે રાખવામાં આવેલ છે.

વિકલ્પ ફાઉ. દ્વારા નારી નીડરતા સેમિનાર
વિકલ્પ ફાઉન્ડેશન દ્વારા નારી નિડરતા સેમિનાર તા.12 જાન્યુઆરીને રવિવારના રોજ બપોરે 2 થી 5 કલાકે મા ફાર્મ, ઉંડેરા પંચાયત પાછળ યોજાશે. જેમાં મુખ્ય વક્તા ડો.અજયસિંહ જાડેજા અને સહ વક્તા મિત્તલબા પરમાર, ડો. સ્વાતિ ભટનાગર અને રણજીતસિંહ પરમાર રહેશે. મુખ્ય મહેમાન તરીકે ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ પુનમકુંવરબા રાઠોડ, સૌરાષ્ટ્ર-કચ્છ રાજપૂત મહિલા પાંખના પ્રમુખ સરોજબા જાડેજા, પુષ્પાબા ગોહિલ, રેખાબા ઝાલા ઉપસ્થિત રહેશે.

ઘુંટણ અને થાપાના દુઃખાવા માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ
તા.13 જાન્યુઆરીને સોવવારને 2020ના રોજ સવારે 8.30 થી 12.30 કલાક દરમિયાન અને સાંજે 4.00 થી 7.00 કલાક દરમિયાન વિઠલાણી ફિઝીયોથેરાપી સેન્ટર, કુંજ પ્લાઝા, પોલો ક્લબ પાસે, જવાહરલાલ નહેરી માર્ગ, રાજમહેલ રોડ, વડોદરા ખાતે ઘુંટણ, થાપાના દુઃખાવા માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર મંડળ માંજલપુર, વડોદરા દ્વારા રક્તદાન અને મેડિકલ ચેકઅપ કેમ્પ
મહારાષ્ટ્ર મંડળ માંજલપુર, વડોદરા દ્વારા તા.12 જાન્યુઆરીને રવિવારને 2020ના રોજ સવારે 8.30 થી બપોરે 12.30 કલાક દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, રેલવે ક્રોસીંગ પાસે, માંજલપુર ખાતે તમામ લોકો માટે રક્તદાન અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો



અથવા નીચેના સરનામે મોકલી અાપોે | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો