• Gujarati News
  • National
  • Vadodara News The Main Objective Of Women Who Do Business From Their Point Of View 073505

સ્ત્રીઓ તેમના દૃષ્ટિકોણથી જે પણ વ્યવસાય કરે એ મુખ્ય ઉદ્દેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયન્સ ક્લબ ઓફ વડોદરા મંદાર દ્વારા ગુડી પાડવા નિમિતે બે દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં લાયન્સ ક્લબ ઓફ વડોદરાના ગવર્નર મહેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ફૂડ ફેસ્ટિવલ ક્લબની મહિલાઓ દ્વારા પેહલીવાર યોજવામાં આવ્યો છે જેનું નામ ‘વુમેન્સ આઈ’ એટલે કે સ્ત્રી નો દ્રષ્ટિકોણ રાખવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલ માંજલપુરમાં મંગલેશ્વર મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે 6 અને 7 એપ્રિલ ના રોજ રાખવામાં આવેલ છે. તે ઉપરાંત ફૂડ ફેસ્ટિવલમાં ડાન્સ અને કલ્ચરલ પ્રોગ્રામ પણ યોજવામાં આવેલ છે. ફૂડ ફેસ્ટિવલના અંતે વધારે નફો મેળવતી મહિલાઓને એવોર્ડ આપી ને સન્માનિત કરવામાં આવશે.

લાયન્સ ક્લબ ઓફ વડોદરા મંદાર દ્વારા ગુડી પડવા નિમિત્તે બે દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે
લાયન્સ ક્લબ ઓફ વડોદરા મંદાર દ્વારા ગુડી પાડવા નિમિતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું

ફૂડ ફેસ્ટિવલથી મહિલાઓને રોજગારી મળી રહે છે
લાયન્સ ક્લબ ઓફ વડોદરા મંદાર ના પ્રેસિડેન્ટ વૃષાલી વાઝેએ જણાવ્યું હતું કે, ‘સ્ત્રીઓ તેમના દૃષ્ટિકોણથી જે પણ વ્યવસાય કરે છે તે કામને માર્કેટ અપાવવું અને તેના દ્વારા તેમને રોજગાર આપવાનું કામ ફૂડ ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવશે. જે બહેનોએ ઘરે બનાવેલ દિવાળીના દિવા, તોરણો, જ્વેલરીનું એક્ઝિબિશન અમારા ક્લબ દ્વારા યોજવામાં આવતું હતું. નવા વર્ષ નિમિતે સમાજ ના લોકો ભેગા થાય તેમજ તેમને અવનવી વાનગીઓનો સ્વાદ લેવાનો આનંદ મળે તે સાથે બહેનોનેપણ રોજગાર મળે તે માટે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.

ફેસ્ટિવલમાં મહિલાઓએ વિવિધ વાનગી બનાવી
ફૂડ ફેસ્ટિવલમાં 23 સ્ટોલ રાખવામાં આવેલ છે. જેમાં 50 મહિલાઓ એ ભાગ લીધેલ છે. આ મહિલાઓએ ગાર્લિક બ્રેડ, બ્રેડ પિઝા, બાસ્કેટ પિઝા, ગણેશ દાળ, બાજરી નો પાપડી લોટ, સુરતી ખીચડી, પાઉં ભાજી, ચાઇનીઝ ભેલ, સાબુદાણા વડા, કેરી નો બાફલો, મિસલ પાઉં, ફાલુદા આઈસક્રીમ જેવી ચટાકેદાર વાનગીઓ સ્ટોલમાં મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...