તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

- તો મોલ અને મલ્ટીપ્લેકસની સિક્યુરિટીના લાઇસન્સ રદ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોલ-મલ્ટીપ્લેક્ષમાં સિક્યુરિટી ચેકિંગમાં છીંડા બહાર આવતાં ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ બુધવારે સિકયુરિટી એજન્સી સંચાલકોના ક્લાસ લીધા હતાં. તેમણે સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ જ રહેશે, સુરક્ષાને લઇ કોઇપણ ખામી ધ્યાનમાં આવશે તો સિક્યુરિટીના લાઇસન્સ રદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

પુલવામા હુમલા બાદ ભારતીય વાયુદળની પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇકના પગલે રાજ્યભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. સલામતીના ભાગરૂપે શહેર પોલીસે ઠેરઠેર ચેકિંગ હાથ ધર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા માટે વધુ ભીડવાળી જગ્યા, મોલ- મલ્ટીપ્લેક્ષ, સિનેમાગૃહોમાં મંગળવારે સાંજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સાદા વેશમાં પોલીસ કર્મીઓ 2 લોડેડ પિસ્તોલ સાથે ઘૂસી જતા સુરક્ષામાં ખામી છતી થઇ હતી.

જેના પગલે ડીસીપી ક્રાઇમ જાડેજાએ બુધવારે મોલ-મલ્ટીપ્લેકસના સિક્યુરિટી એજન્સીના જવાબદાર વ્યક્તિઓ, એસ.ટી. ડેપોના પાર્કિંગ અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટર, વીએમસીના પાર્કિંગ અને શોપીંગના કોન્ટ્રાક્ટરોની મિટીંગ બોલાવી હતી. શહેરની સલામતીને ધ્યાનમાં લઇ મુખ્ય એન્ટ્રીગેટના સિક્યુરિટી કર્મચારીઓને લોકોનું વ્યવસ્થિત ચેકિંગ કરવા તેમજ પાર્કિંગ ખાતે વાહનોનું ચેકિંગ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સિક્યુરિટી ચેકિંગમાં વધુ માણસો રાખવાનું પણ સૂચન કર્યું હતું. કોઇ શંકાસ્પદ હરકત જણાય તો તુરંત જ પોલીસને જાણ કરવા તાકીદ કરી હતી. દરેક પ્રોપર્ટી પર ક્વીક રીસ્પોન્સ માટે એક જવાબદાર વ્યક્તિ હાજર મળી રહે તેવી વ્યવસ્થા રાખવા પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો