તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Lawyers39 Table The President39s Detention The President39s Detention 074113

વકીલોના ટેબલને હથકડી, પ્રમુખની અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોબીમાં ટેબલ ગોઠવાતાં મંડળના પ્રમુખની અટકાયત

વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વકીલોની આજથી હડતાલ
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

નવા કોર્ટ સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થતો ન હોવાના કારણે વકીલોઅે ગેટ નંબર 2 પાસે ટેબલ ગોઠવતાં ડિસ્ટ્રિક્ટ જજે વકીલ મંડળના પ્રમુખને પત્ર લખી ટેબલ હટાવી લેવાની સુચના અાપી હતી. જો કે, ત્યાર બાદ પણ ટેબલ હટાવવામાં ન અાવતાં અાજે કોર્ટ શરૂ થતાની સાથે જ પોલીસે વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરી હતી અને છ કલાક બાદ મોડી સાંજે તેમને મુક્ત કર્યા હતા.પ્રમુખની અટકાયત કરવામાં અાવતા વકીલોમાં ભારે રોષ ફેલાયો હતો. વકીલ મંડળે અાજે ઠરાવ પસાર કરીને જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલનું અેલાન કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ટેબલના મુદ્દે શુક્રવારે પોલીસ અને વકીલ વચ્ચે ચકમક ઝરી હતી અને ત્યાર બાદ અાજે કોર્ટ શરૂ થાય તે પહેલા જ જંગી પોલીસ કાફલો કોર્ટ સંકુલમાં ધસી અાવ્યો હતો. ત્યાર બાદ ટેબલ ના મુદ્દે વકીલો અને પોલીસ અધિકારીઅો વચ્ચે ઉગ્ર દલીલો થતાં વકીલના ટોળા એકત્રિત થઇ ગયા હતા અને ત્યાર બાદ પોલીસે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની અટકાયત કરી હતી.

પ્રમુખની ધરપકડ બાદ ઉપપ્રમુખ દિલીપ પટેલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં અાવી હતી અને તેમાં વકીલ મંડળના હોદ્દેદાર રાજેશ ધોબી, નેહલ સુતરીયા, રિતેષ ઠક્કર, હિતેશ ગુપ્તા, હર્ષદ પરમાર સહિતના તમામ હોદ્દેદારો હાજર રહ્યાં હતા અને બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.

ટેબલો અંદર રાહ જુએ છે, બહાર વકીલોનું અાંદોલન
નવા ટેબલની ખરીદી માટે 378 વકીલોઅે વકીલ મંડળને રૂા.10,000 અાપ્યાં છે. તે આવકમાંથી વકીલ મંડળે ટેબલ અને ખુરશી ખરીદ્યાં છે. અા ટેબલ ખુરશીઅોને હાલ કોર્ટ સંકુલમાં અાવેલા લોકઅપમાં મુકવામાં અાવ્યાં છે અને લોકઅપને તાળું તાળું તો મરાયું છે પરંતુ સાથે સાથે લોકઅપ ના દરવાજાની સાથે સાંકળ સાથે હાથકડી પણ બાંધવામાં અાવી હોવાના કારણે અા બાબત હાલ વકીલો માં ભારે ચર્ચાના વિષય બની છે. બીજી તરફ ટેબલને મુકવાની જગ્યાને લઈને ચાલતા િવવાદમાં સોમવારે વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરી ત્યારે તેઓ જમીન પર બેસી ગયા હતા.

વડોદરા, મંગળવાર, 16 એપ્રિલ, 2019 | 2

તમામ બાર સાથે બેઠક કરી રાજ્ય વ્યાપી અાંદોલન કરાશે : પ્રમુખ
વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થતો ન હોવાના કારણે રાજ્યના તમામ બારના પ્રતિનિધીઅો સાથે મિટિંગ યોજવામાં અાવશે અને વડોદરા વકીલ મંડળ દ્વારા શરૂ થયેલા આંદોલનને રાજ્ય વ્યાપી બનાવવામાં અાવશે. તેમજ બાર કાઉન્સિલ અોફ ગુજરાતે પણ અા બાબતે હાઇર્કોટમાં રજૂઆત કરવી જોઇઅે.

પોલીસે ગેરકાયદે કાર્યવાહી કરી હોવાનો વકીલ મંડળનો ઠરાવ
વકીલ મંડળના ઠરાવવામાં જણાવવામાં અપાવ્યું છે કે, પ્રમુખ સામે પોલીસે ગેરકાયદેસરની કાર્યવાહી કરી છે અટલે તેને વખોડી કાઢવામાં અાવે છે. વકીલો અોરીઅેન્ટેશન પ્રોગ્રામના તેમજ લોક અદાલત અને લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ કાર્યક્રમનું અાયોજન થશે તેમાં વકીલો સાથ સહકાર અપાશે નહી અને તેનો બહિષ્કાર કરશે.

વકીલોઅે AGMની માંગણી કરતાં પ્રમુખે કહ્યું, આગામી સમયમાં બોલાવીશું
બેઠક વ્યવસ્થાના પ્રશ્ને 300થી વધુ વકીલોને સહી કરીને પ્રમુખ સમક્ષ અેજીઅેમની માંગણી કરી હતી. અા બાબતે પ્રમુખે જણાવ્યું હતું કે, તા.1‌5મીના રોજ જ અેજીઅેમ રાખવામાં અાવી હતી પરંતુ પોલીસે મારી અટકાયત કરતાં અેજીઅેમ મળી શકી નથી અટલે અાગામી સમયમાં અેજીઅેમ બોલાવવામાં અાવશે અને તેમાં તમામ મુદ્દાની ચર્ચા કરવામાં અાવશે.

સૂર્યાસ્ત (મંગળવાર)

07.01 વાગે

સૂર્યોદય (બુધવાર)

06.18 વાગે

અન્ય સમાચારો પણ છે...